Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના ઈતિહાસમાં પ્રથમ વખત નદીની માપણી
ખંભાળીયા તા. ૨૯: ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા ખંભાળીયાના વતની રીલાયન્સ કંપનીના ડાયરેક્ટર, સાંસદ પરિમલભાઈ નથવાણીના પ્રયાસોથી ઘી નદી તથા તેલી નદીમાં આવતા ગંદા પાણીને અટકાવવા ૨૮ કરોડ રૂપિયાના ખર્ચે નવી યોજના ખંભાળીયા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મંજુર કરાઈ હતી. જે યોજના કાર્યાન્વીત થવા માટે ઘી તથા તેલી નદીમાં થયેલા દબાણો હટાવવા જરૂરી હોય, પાલિકા દ્વારા નોટીસો અપાઈ હતી. જેની મુદ્દત અમુક દિવસોમાં પૂર્ણ થતા પાલિકા દ્વારા ડીમોલીશનનો દોર પોલીસ રક્ષણ સાથે શરૂ થશે તેમ પાલિકા ઈજનેર એન.આર.નંદાણીયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતુ.
પ્રથમ વખત નદીની માપણી
ખંભાળીયાના ઈતિહાસમાં પ્રથમ વખત ઘી નદી તથા તેલી નદીની માપણી કરવામાં આવી હતી. અગાઉ વર્ષો પહેલા ખંભાળીયા રઘુવંશી અગ્રણી નટુભાઈ ગણાત્રા દ્વારા વારંવાર માંગણી થઈ હતી તે પૂર્ણ થઈ. જો કે, તેલી નદીમાં ૬૦ જેટલા તથા ઘી નદીમાં ૪૦ જેટલા દબાણો હોય, આ તમામ આસામીઓને નોટીસો અપાઈ હતી. હાલ જ્યાં સુધી નદી હયાત છે ત્યાં સુધીની જગ્યા પરના દબાણો હટાવાશે, નદીની નજીક ૩૦ મીટર સુધી બાંધકામ ના થાય તે બીનખેતીના નિયમનો પણ અનેક સ્થળે ભંગ થયેલો છે. તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે.
યોજના બનતા બન્ને તરફ વિશાળ કેનાલોમાંજ ગંદા પાણીના નિકાલ થઈ જતાં અને મહાપ્રભુજી બેઠક પાસે જે ગંદકી છે તે નહીં થાય અને તે છેક સલાયા ગામ સુધી થશે તેવી રીતે રામનાથ થી ખામનાથ અને હિન્દુ સ્મશાન સુધી પણ આવી જ રીતે બન્ને તરફ કેનાલોમાં ગંદા પાણીનો નિકાલ થશે જેથી રામનાથ, ખામનાથ પાસેની ગાંડીવેલનો ગંભીર પ્રશ્ન ઘી નદીમાં થાય છે તે પણ નીકળી જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial