Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૈનિક સ્કૂલ બાલાચડીમાં
જામનગર તા. ૨૯: નવીનીકૃત શહીદ કેપ્ટન નીલેશ સોની સ્વિમિંગપૂલનું ઉદ્ઘાટન સૈનિક સ્કૂલ બાલાચડીમાં મુખ્ય મહેમાન પરિમલ કરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનાર શાળાના ભૂતપૂર્વ કેડેટ શહીદ કેપ્ટન નીલેશ સોનીની યાદમાં આ સ્વિમિંગપૂલ સમર્પિત કરવામાં આવ્યો છે.
મુખ્ય મહેમાનનું આગમન થતાં સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્કૂલ કેડેટ કેપ્ટન શિવમ ગાવરે કેપ્ટન નીલેશ સોનીના સર્વોચ્ચ બલિદાન વિશે વાત કરી હતી.
પ્રતિષ્ઠિત રાષ્ટ્રીયરક્ષા એકેડમી(એન.ડી.એ.)માં જોડાવા ઈચ્છુક લોકો માટે જરૂરી ગુણો-કેડેટ્સમાં માનસિક મજબૂતાઈ, શારીરિક તંદુરસ્તી અને બૌદ્ધિક તિક્ષ્ણતાને પ્રોત્સાહન આપવા માટે સ્વિમિંગપૂલ એક મહત્વપૂર્ણ સુવિધા તરીકે ઉભરી આવે છે. આ પ્રસંગે ફ્રીસ્ટાઈલ અંડર-૧૭ છોકરાઓ (૬૦ મીટર), ફ્રીસ્ટાઈલ અંડર-૧૭ છોકરીઓ (૩૦ મીટર), અને રિલે અંડર-૧૫ છોકરાઓ (૨ટ૩૦ મીટર) સહિત અનેક તરણ સ્પર્ધાઓ યોજાઈ હતી. કેડેટ પાર્થરાજ અને કેડેટ ધ્વનીએ ફ્રીસ્ટાઈલ અંડર-૧૭ છોકરાઓ (૬૦મીટર), ફ્રીસ્ટાઈલ અંડર-૧૭ છોકરીઓ (૩૦મીટર)માં અનુક્રમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જયારે રિલે અંડર-૧૫ છોકરાઓ (૨ટ૩૦ મીટર) માં કેડેટ અજિતેશ અને કેડેટ યુવરાજે પ્રથા સ્થાન મેળવ્યું હતું.
ધોરણ ૭ ના કેડેટ માનસ ઈશીએ અસાધારણ તરણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું, પ્રેક્ષકો તરફથી વ્યાપક પ્રશંસા મેળવી અને વિશેષ ઈનામ મેળવ્યું. શાળાના શારીરિક તાલીમ પ્રશિક્ષક સી.એચ.એમ. મનુજ ચંબ્યાલે પણ આ પ્રસંગે વિવિધ તરણ તકનીકોનું પ્રદર્શન કર્યું જે બધા પ્રેક્ષકો માટે શીખવાનો પાઠ હતો.
મુખ્ય મહેમાને વિજેતાઓને મેડલ, પ્રમાણપત્રો અને રોકડ ઈનામ આપ્યા અને કેડેટ્સ દ્વારા પ્રદર્શિત પ્રતિભા અને ઉત્સાહની પ્રશંસા કરી. તેમણે પોતાના સંબોધનમાં તમામ સહભાગીઓ અને વિજેતાઓને અભિનંદન આપ્યા અને તમામ કેડેટ્સને તેમની ભવિષ્યની સ્પર્ધાઓ માટે શુભેચ્યાઓ પાઠવી. તેમણે ઈન્ટર હાઉસ સ્વિમિંગ સ્પર્ધા માટે રોલિંગ ટ્રોફીની રચનાની પણ જાહેરાત કરી.
આ કાર્યક્રમમાં ભરત કનાણી અને ઉષા ગૌરાંગ શારદા, રાષ્ટ્રીય તરણવીર, માર્ગદર્શક અને કોચ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કનુ માસાની પ્રેમાળ-સ્મૃતિમાં કેન્સવિલે ગ્રીન પ્રાઈવેટ લિમિટેડના કરાણી પરિવાર દ્વારા સ્વીમિંગપૂલનું નવીનીકરણ ઉદારતાથી હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં નિઃસ્વાર્થ યોગદાન બદલ પરિમલ કરાણી અને ભરત કરાણીની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ શાળાના અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સ દ્વારા નિહાળવામાં આવ્યો હતો, જેનાથી તે યાદગાર અને પ્રેરણાદાયક બન્યો હતો. આ કાર્યક્રમ શાળા કેડેટ સ્પોર્ટસ્ કેપ્ટન અભય રાજ દ્વારા આભારવિધિ સાથે સમાપ્ત થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial