Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાની અદાલતે લિબરેશન ડે ટેરિફને ગેરબંધારણીય ઠરાવી મૂકયો પ્રતિબંધ

વેપારીઓએ રાષ્ટ્રપતિના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતોઃ ટ્રમ્પ અપીલ કરશે ?

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૨૯: રાષ્ટ્રપતિ ટ્રમ્પને તગડો ઝટકો લાગ્યો છે. અમેરિકન કોર્ટે લિબરેશન ડે ટેરિફ પર રોક લગાવી દીધી છે. ટ્રમ્પે એવા દેશોથી આવતા માલ પર સમાન કર લાદવાનો આદેશ આપ્યો હતો જે અમેરિકાથી ઓછો માલ ખરીદે છે અને તેને વધુ માલ વેચે છે. આ પગલાને લિબરેશન ડે ટેરિફ કહેવામાં આવતું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રે એપ્રિલમાં જ ઘણાં દેશો પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. પરંતુ આ નિર્ણયને અમેરિકન વેપારીઓ દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જે તે ગેરબંધારણીય ઠરાવી ફેડરલ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂકયો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરી એકવાર કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. કારણ કે, એક અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા લિબરેશન ડે ટેરિફ પર પ્રતિબંધ મૂકયો છે.

મેનહટન સ્થિત એક ફેડરલ કોર્ટે ચુકાદો આપતા કહૃાું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે અને એવું પગલું ભર્યું છે જે અમેરિકન બંધારણની વિરુદ્ધ છે. હકીકતમાં, ટ્રમ્પે એવા દેશોથી આવતા માલ પર સમાન કર લાદવાનો આદેશ આપ્યો હતો જે અમેરિકાથી ઓછો માલ ખરીદે છે અને તેને વધુ માલ વેચે છે. આ પગલાને લિબરેશન ડે ટેરિફ કહેવામાં આવતું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રે એપ્રિલમાં જ ઘણાં દેશો પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.

આ નિર્ણયને અમેરિકાના વેપારીઓ દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજીની સુનાવણી કરતા, કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડની ત્રણ જજોની બેન્ચે કહૃાું કે યુએસ બંધારણ મુજબ, ફક્ત યુએસ કોંગ્રેસને વિદેશી દેશો સાથે વેપાર નિયંત્રિત કરવાનો અધિકાર છે, રાષ્ટ્રપતિને નહીં.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ મામલો રાષ્ટ્રપતિની કટોકટીની સત્તા હેઠળ આવતો નથી. કોર્ટે કહૃાું કે જે કાયદા હેઠળ ટ્રમ્પે આ ટેરિફ લાદ્યા હતા તે તેમને આવી અમર્યાદિત શક્તિ આપતો નથી. ન્યાયાધીશોએ તેમના આદેશમાં લખ્યું, રાષ્ટ્રપતિ દ્વારા ટેરિફ લાદવાનો આ દાવો, જેની કોઈ સમય કે અવકાશ મર્યાદા નથી, તે કાયદા હેઠળ આપવામાં આવેલી શક્તિથી ઘણો આગળ વધે છે. આ ટેરિફ ગેરકાયદેસર છે.

યુએસ બંધારણ મુજબ, ટેરિફ લાદવાનો અધિકાર સંસદ એટલે કે કોંગ્રેસ પાસે છે, રાષ્ટ્રપતિને નહીં. રાષ્ટ્રપતિને ફક્ત અસાધારણ કટોકટીમાં જ મર્યાદિત સત્તાઓ મળે છે, પરંતુ ટ્રમ્પના કિસ્સામાં આવી કોઈ માન્ય કટોકટી નહોતી. ટ્રમ્પ વહીવટીતંત્રે દલીલ કરી હતી કે ૧૯૭૧માં, તત્કાલીન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન દ્વારા પણ કટોકટી હેઠળ ટેરિફ લાદવામાં આવ્યા હતા અને કોર્ટે તેને મંજૂરી આપી હતી.

તેમણે એમ પણ કહૃાું હતું કે રાષ્ટ્રપતિ દ્વારા કટોકટી જાહેર કરવાની માન્યતા નક્કી કરવાનો અધિકાર કોર્ટનો નહીં, કોંગ્રેસનો છે. પરંતુ કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી. આ નિર્ણય બે કેસ પર આપવામાં આવ્યો હતો. એક કેસ નાના વેપારીઓના જૂથ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. બીજો કેસ ૧૨ ડેમોક્રેટિક એટર્ની જનરલો દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. તેઓએ કહૃાું કે ટ્રમ્પ દ્વારા આશરો લેવાયેલ કાયદો આઈઈઈપીએ તેમને સમગ્ર વિશ્વમાં એક સાથે ટેરિફ લાદવાનો અધિકાર આપતો નથી, અને ટ્રમ્પની દલીલ (વેપાર ખાધને કટોકટી જાહેર કરવી) માન્ય નથી. તેમના વકીલે દલીલ કરી હતી કે, ટ્રમ્પની કથિત કટોકટી ફક્ત તેમની કલ્પના છે. વેપાર ખાધ દાયકાઓથી ચાલી રહી છે પરંતુ તેનાથી કોઈ કટોકટી ઊભી થઈ નથી.

હવે ટ્રમ્પ વહીવટીતંત્ર આ નિર્ણયને ફેડરલ સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સમાં પડકારી શકે છે અને પછી સુપ્રિમ કોર્ટમાં જઈ શકે છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ યુએસ ફેડરલ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. આનાથી એ વાત સ્થાપિત થાય છે કે રાષ્ટ્રપતિને કોંગ્રેસની મંજૂરી વિના મનસ્વી ટેરિફ લાદવાનો અધિકાર નથી, પછી ભલે તે કોઈપણ પક્ષનો હોય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh