Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮ વર્ષ પહેલાં શેખપાટ પાસે બન્યો હતો બનાવઃ
જામનગર તા. ર૯: જામનગરના એક વેપારી ૧૮ વર્ષ પહેલાં એક મોટરમાં રાજકોટ જવા માટે મુસાફર તરીકે બેઠા હતા. તેઓને શેખપાટ પાસે એક શખ્સે તમંચા જેવું હથિયાર બતાવી સોનાનો ચેન, વીટી, રોકડ, મોબાઈલ લૂંટી લીધા હતા. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને દસ વર્ષની સજા ફટકારી છે.
જામનગરના લાલચંદ મંગારામ ધનવાણી નામના આસામી ગઈ તા.૩૦ માર્ચ ૨૦૦૭ના દિને એક મોટરમાં રાજકોટ જવા માટે મુસાફર તરીકે બેઠા પછી શેખપાટના પાટીયા પાસે લાલચંદને નીચે ઉતારી તમંચા કે એરગન જેવું હથિયાર બતાવી જે હોય તે આપી દેવાનું કહેવાતા ડરી ગયેલા આ આસામીએ સવા તોલાનો સોનાનો ચેન, વીટી તેમજ રૂ.૭પ૦૦ રોકડા અને મોબાઈલ આપી દીધા હતા.
ત્યારપછી પંચકોશી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરાતા પોલીસે આઈપીસી ૩૯ર સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આદરેલી તપાસ દરમિયાન પ્રવીણ ઉર્ફે રાજભા ઝાલા નામના શખ્સની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયર તથા મૂળ ફરિયાદીના વકીલ અજય પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પ્રવીણ ઉર્ફે રાજભા ઝાલાને તક્સીરવાન ઠરાવી દસ વર્ષની સખત કેદની સજા અને આઈપીસી ૩૯૭ના ગુન્હામાં સાત વર્ષની કેદની સજા ફટકારી છે. ફરિયાદીના લૂંટી લેવાયેલા દાગીના, રોકડ પરત સોંપવા હુકમ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial