Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના બેહમાં શ્રમિકને આવ્યો હાર્ટ એટેકઃ
જામનગર તા. ર૯: જામનગરની વીજ કંપનીમાં ગોકુલનગર સબ ડિવિઝનમાં ફરજ બજાવતા એક કર્મચારીને ક્ષતિના સમારકામ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેઓને છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં લઈ જવાયા હતા. તેઓનું મૃત્યુ થયું છે. જ્યારે ખંભાળિયાના બેહ ગામ પાસે મૂળ બિહારના એક શ્રમિકને હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસ-૧માં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા દિનેશભાઈ લખુભાઈ વાઘેલા (ઉ.વ.પ૧) નામના કર્મચારી ગયા શનિવારે સવારે વીજ કંપનીના ગોકુલનગર સબ ડિવિઝનની કચેરીએ ગયા પછી તેઓને જામનગર તાલુકાના કનસુમરા ગામમાં મહાજન વાસ પાસે વીજ ફોલ્ટ હોવાની જાણ કરાઈ હતી અને તેઓને બે હેલ્પર સાથે વીજ ક્ષતિના સમારકામ માટે મોકલવામાં આવ્યા હતા.
આ કર્મચારી કનસુમરા પહોંચ્યા પછી ત્યાં ચાલી રહેલા સમારકામ વખતે તેઓને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે ૧૦૮ મારફત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ કર્મચારીને ચકાસ્યા પછી તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના મોટાભાઈ તુલસીભાઈ લખુભાઈ વાઘેલા એ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના બેહ ગામના પાટીયા પાસે રહેતા મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામના ઈબરાનભાઈ બલાકતહુસેન શેખ (ઉ.વ.૩૮) નામના યુવાન ગઈકાલે બપોરે પોતાના ઘર પાસે હતા ત્યારે તેઓને હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતા તેઓનું મૃત્યુ નિપજ્યાનું અનવર અફઝલભાઈ શેખે પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial