Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧.૬૦ કી.મી.ની વોકાથોનમાં જિલ્લા પોલીસ તથા હોમગાર્ડ્સના જવાનો, એનસીસી કેડેટ્સ અને રમતગમતના ખેલાડીઓએ ભાગ લઈ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો
જામનગર તા.૨૯: તા. ૫મી જૂન, જેને દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ ની થીમ એન્ડીંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલીને કેન્દ્રમાં રાખી વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે, તા. ૨૨/૫/૨૦૨૫ થી તા.૦૫/૬/૨૦૨૫ સુધી જિલ્લામાં વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયુ છે.જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા 'વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫' ની ઉજવણી અને પ્લાસ્ટિક પ્રદુષણ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ જાગૃતિ માટે એક વિશેષ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકાથોન અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન જામનગરથી શરૂ થઈ ટાઉનહોલ, તીન બત્તી ચોક, લીમડા લેન થઈને ફરીથી અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગર ખાતે સંપન્ન થઈ હતી. કુલ ૧.૬૦ કી.મી.ની આ વોકાથોનમાં જિલ્લા પોલીસના જવાનો, હોમગાર્ડ્સ જવાનો, દ્ગઝ્રઝ્ર કેડેટ્સ અને રમતગમતના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. આ વોકાથોન મારફત નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.સાથે જ વોકાથોનમાં સામેલ તમામ લોકોને જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવેશ રાવલીયા દ્વારા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવા બાબતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial