Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શરીરના જટિલ દુઃખાવાથી પીડાતા દર્દીઓ માટે
જામનગર તા. ૨૯: જામનગરમાં આવતીકાલે શુક્રવારે રણજીતસાગર રોડ ઉપર આવેલ એચડીએફસી બેંકની બાજુમાં અવધ સ્ક્વેરના ગ્રાઉન્ડ ફ્લોરમાં બોડીફાય વેલનેસનો શુભારંભ થઇ રહૃાો છે. આ બોડીફાય વેલનેસ શરીરના જટિલ દુઃખાવામાંથી મુક્તિ આપતું કેન્દ્ર છે.
આ વેલનેસનું ઉદ્ઘાટન જામનગર બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી પરમ પૂજ્ય શ્રી ધર્મનિધિ સ્વામી અને પરમ પૂજ્ય શ્રી અક્ષરતિલક સ્વામી કરશે. આ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને હાલારના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહેશે. આ બંને મહાનુભાવોના વરદ્હસ્તે બોડીફાય ફૂટ મસાજરનું લોન્ચિંગ કરવામાં આવશે.
આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે જામનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવિન્દ્ર જાડેજા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કાલાવડ-ધ્રોલના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, અખિલ ગુજરાત લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, જામનગર જિલ્લા કલેકટર કે.બી. ઠક્કર, જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને જામનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહેશે તેમજ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદ ભંડેરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), હાલારના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, જીટીપીએલ સૌરાષ્ટ્-કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા, જુનાગઢ ટુડે અખબારના તંત્રી કૃષ્ણકાંત રૂપારેલીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા અને હસમુખ હિંડોચા તેમજ શહેર ભાજપ કિશાન મોરચાના ઉપપ્રમુખ વિશાલ મોદી, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મનોજભાઈ કથીરિયા, જામનગરના જાણીતા લેન્ડ ડેવલોપર્સ ભાવેશભાઈ ગાગિયા અને ધીર ટોયોટા જામનગરના એમડી અક્ષિત પોબારૂની હાજરી ઉપસ્થિત મહેમાનોનું ધ્યાન ખેચશે. આ ઉપરાંત જામનગર સહીત સૌરાષ્ટ્રના અસંખ્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી બોડીફાય વેલનેસને શુભેચ્છા પાઠવી તેમના સાહસને બીરદાવશે.
આ બોડીફાય ઓલ ઇન વન ફૂટ મસાજર છે. આ બોડીફાય પ્રોડક્ટ ભારત સરકાર સીડીએસસીઓ સર્ટિફાઈડ છે. આ બોડીફાય ફૂટ મસાજર ૨૯ પ્રકારથી વધુ દર્દમાં રાહત આપે છે. ખાસ કરીને કમરનો દુખાવો, હાથનો દુખાવો, કોણીનો દુખાવો, પગમાં દુખાવો, એડીમાં દુખાવો, માસપેશીઓમાં દુખાવો, માસિક ધર્મનો દુખાવો, ગોઠણનો દુખાવો સહિતના દુખાવાના દર્દમાંથી મુક્તિ આપે છે. આ ઉપરાંત વેરીકોઈઝવેન, ડાયાબિટીસ, પાર્કીન્ગસ, પેરેલીસીસ, સાઈટીકા, થાઈરોઈડ, અર્થરાઈટીસ, નર્વસ અને મસલ્સ પ્રોબ્લેમ સહિતની બીમારીમાં આ બોડીફાય ફૂટ મસાજર ખૂબ જ અકસીર ઈલાજ સાબિત થયું છે. બોડીફાય ફૂટ મસાજર વાપરવાથી કોઈ સાઈડ ઈફેક્ટ નથી. જેને કારણે હઠીલા રોગથી પીડાતા દર્દીઓને દવા અને હોસ્પિટલના ખર્ચાથી બચવાનો એક વિકલ્પ મળ્યો છે. બોડીફાય ફૂટ મસાજર શરીરના બ્લડનું સર્ક્યુલેશન કરે છે. જેને કારણે હઠીલી બીમારીથી પીડાતા દર્દીઓને ખુબ જ મોટી રાહતનો અનુભવ થાય છે. બોડીફાય વેલનેસમાં દરેક લોકોને બોડીફાય ફૂટ મસાજરનો ડેમો આપવામાં આવશે. એટલે કે ''પહેલા ઇસ્તમાલ કરો ફિર વિશ્વાસ કરો'' ના સુત્ર સાથે આ બોડીફાય ફૂટ મસાજરનું જામનગરની જનતા સમક્ષ લોન્ચિંગ કરવામાં આવશે. બોડીફાય વેલનેસના ઓનર પ્રીતિ રૂપારેલીયા અને કરણ તથા મંથન રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ તથા દવા-દારૂના મોટા ખર્ચાથી બચવા માટેનો બેસ્ટ વિકલ્પ જામનગરની જનતાને બોડીફાય ફૂટ મસાજરના રૂપમાં મળ્યો છે. બોડીફાય કંપની મહારાષ્ટ્રના પુનામાં હેડ ઓફિસ ધરાવે છે. બોડીફાય વેલનેસનો સમય સવારના ૯થી ૨ અને સાંજે ૪થી ૯નો રહેશે. જેની જામનગરના નગરજનોએ નોંધ લેવા અપીલ કરવામાં આવે છે. જીટીપીએલ જામનગર ન્યુઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીયાના અથાગ પ્રયત્નથી જામનગરમાં બોડીફાય વેલનેસનો શુભારંભ થઇ રહૃાો છે. જેનો લાભ લેવા જામનગરના નગરજનોને ફરી અનુરોધ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial