Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૯: દેવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ના ચીફ મેનેજીંગ તંત્રી ડો. દેવાંશુ(દેવ) શુકલ ઓર્થોપેડિક સર્જન જામનગર દ્વારા હોમ હેલ્થકેર સર્વિસ, એટલેકે એમના સાધનો અને ક્વોલિફાઈડ સ્ટાફના સહયોગથી રાહતદરે ઘરે થઈ શકે તેવી સારવાર હોસ્પિટલમાં માત્ર એક્ટિવ ટ્રીટમેન્ટ સીધી કન્સલ્ટન્ટની જરૂરીયાત પ્રમાણે વિઝિટ કરાવી તેની સુચના મુજબ જ સારવાર કરવામાં આવશે. હોમ હેલ્થકેર સર્વિસ એટલે હોસ્પિટલ જેમ ઈન્ડોર ઘરે, જેને લીધે દર્દીનો ખર્ચ અડધો થશે અને ઘરના વાતાવરણમાં રીકવરી પણ જલ્દી થશે. દર્દીના અંગત માણસોના ધક્કાઓ ખર્ચ પણ બચશે. ચીફ મેનેજીંગ ટ્રસ્ટી અને ઓર્થોપેડિક સર્જન ડો. દેવાંશુ(દેવ) શુકલ દેવ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ રાહત દરે ઘરે સારવાર માટેની અમારી વ્યવસ્થાની વિગતો. ૧. મેન પાવર : રીઝનેબલ ચાર્જથી કવોલ્ફાઈડ ફુલી ટ્રેન્ડ નર્સિંગ બ્રધર, સીસ્ટર્સની સર્વિસ જે ઈમરજન્સીમાં કન્સલ્ટન્ટની રેર્કોર્ડેડ વીડિયો કોન્સ્ફરન્સીંગમાં આપેલ સુચના પ્રમાણે તે રૂબરૂ આવે તે પહેલા જ સારવાર શરૂ થઈ જાય.
રીઝનેબલ ભાડાથી સાધનોઃ ૧. જુદા જુદા પ્રકારના દર્દીની જરૂરીયાત પ્રમાણે પલંગ જેમ કે ફાઉલર, સેમી ફાઉલર, કાર્ડીયાક બેડની વ્યવસ્થા. ૨. સીરીન્જ પંપ જેનાથી એકદમ ચોક્કસ માત્રામાં માણસમાં જરૂરીયાત પ્રમાણે દવા આપી શકાય, ખાસ કરીને ડાયાબીટીસ, કીડની, હૃદય અને બીજા અવયવોની જરૂર પ્રમાણેની માત્રામાં દવા આપવી. ૩. બાય પેપ મશીન ૪. નેબ્યુલાઈઝર મશીન, દમ કે શ્વાસના દર્દી માટે. ૫. જરૂરીયાત પ્રમાણે ઘરે ફોટા, એક્સ-રે, પાડવા. ૬. બીપી માપવા સાધન. ૭. એસ.પી. ઓટુ મશીન લોહીમાં ઓક્સિજનનું લેવલ માપવા. ૮. લોહીમાં ખાંડ, સ્યુગર પ્રમાણ માપવા ગ્લુકોમીટર. ૯. લેબોરેટરી તપાસ, ંલોહી સામાન્ય અને અન્ય સ્પેશ્યલ તપાસ માટે સેમ્પલ કલેકશન. ૧૦. હૃદયનો કાર્ડીયોગ્રામ માટે ઈ.સી.જી. મશીન. ૧૧. ફેફસાની કસરત માટે મશીન. ૧૨. ઘરે ફીઝીયોથેરાપી માટે વ્યવસ્થા. ૧૩. પેશાબ અટકે તો તે કેથેટર નાખી કરાવવાની વ્યવસ્થા. ૧૪. બહુજ અગત્યનું દર્દીનું માનસિક સંતુલન જાળવવા મનોચિકિત્સક વિઝિટ દ્વારા માનસિક સારવાર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial