Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તસ્કરે રૂ.૬૧ હજારના વાયરની પણ કરી ચોરીઃ
જામનગર તા.ર૯: જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલા એક કંપનીના પવનચક્કીના ટાવરમાં ત્રણ સપ્તાહ પૂર્વે ઘૂસી ગયેલા કોઈ શખ્સોએ અંદરથી રૂ.૬૧ હજારના કોપર કેબલની ચોરી કરવા ઉપરાંત ચાર હજાર લીટર ઓઈલ ઢોળી નાખી રૂ.૬ લાખનું નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગર તાલુકાના ધુતાર૫ર ગામની સીમમાં ઓપેરા પ્રા.લિ. કંપની દ્વારા કરવામાં આવી રહેલા પવન ચક્કીના કામના સ્થળે ગઈ તા.પની રાત્રે કોઈ શખ્સો ઘૂસી ગયા હતા.
આ શખ્સોએ પવનચક્કી ટાવરની અંદર રાખવામાં આવેલા અલગ અલગ કોપર કેબલમાંથી અંદાજે રૂ.૬૧ હજારની કિંમતના ૭૦ મીટર વાયરને કાપી લઈને ચોરી કરી હતી. તે ઉપરાંત પવનચક્કીના ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી નાખી આ શખ્સોએ અંદાજે ચાર હજાર લીટર ઓઈલ ઢોળી નાખ્યું હતું. કુલ રૂ.૬ લાખની નુકસાની કરવા અંગે મૂળ કલ્યાણપુર તાલુકાના રણજીતપર ગામના વતની અને હાલમાં જામનગરમાં ગોકુલનગર પાસે સાંઢીયા પુલ નજીક માધવ બાગ-૧માં રહેતા હરદાસ પરબતભાઈ કરંગીયાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial