Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા
જામનગર તા. ૨૯: ખેડૂતો વાવેતર શરૂ કરે તે પહેલા જ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરાયા છે, અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખૂબજ ટૂંકાગાળામાં ટેકાના ભાવમાં રૂ. ૬૯થી ૫૯૬ પ્રતિ કિવ.નો વધારો કરાયો છે. સમયસર ટેકાના ભાવ જાહેર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ખેડૂતોના હિત માટે સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ કૃષિમંત્રીએ આભાર વ્યકત કર્યો છે.
ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. ૬૯ થી રૂ. ૫૯૬ પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુતમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ ૨૦૨૫-૨૬માં ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે રૂ. ૭,૨૬૩ પ્રતિ ક્વિ., કપાસ (લંબતારી) માટે રૂ. ૮,૧૧૦ પ્રતિ ક્વિ., ડાંગર માટે રૂ. ૨,૩૬૯ પ્રતિ ક્વિ., જુવાર માટે રૂ. ૩,૬૯૯ પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. ૨,૭૭૫ પ્રતિ ક્વિ.,રાગી માટે રૂ. ૪,૮૮૬ પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. ૨,૪૦૦ પ્રતિ ક્વિ., તુવેર માટે રૂ. ૮,૦૦૦ પ્રતિ ક્વિ., મગ માટે રૂ. ૮,૭૬૮ પ્રતિ ક્વિ., અડદ માટે રૂ. ૭,૮૦૦ પ્રતિ ક્વિ., સોયાબીન માટે રૂ. ૫,૩૨૮ પ્રતિ ક્વિ. તેમજ તલ પાક માટે રૂ. ૯,૮૪૬ પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
ગત વર્ષની સરખામણીએ રાગી, કપાસ (લંબતારી) અને તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ સૌથી વધુ ક્રમશઃ રૂ. ૫૯૬, રૂ. ૫૮૯ અને રૂ. ૫૭૯નો વધારો કરાયો છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ રૂ. ૪૮૦ પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial