Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકાયુ છે. આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

જાહેર શાંતિ અને સલામતીના હેતુસર (તા. ૩૦-૦૫-૨૦૨૫)થી તા. ૨૮-૦૭-૨૦૨૫ સુધી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ હેઠળ મળેલ સત્તાની રૂએ આ આદેશો કરવામાં આવ્યા છે. રીમોટ સેન્સીંગ, માઈનિંગ, આંતરિક સુરક્ષા, ડિફેન્સ વગેરેને આ આદેશોમાંથી મુકિત આપવામાં આવી છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની જોગવાઈઓ અનુસાર સજાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh