Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈ તા. ર૯: આઈપીએલ-ર૦રપ માં અંતિમ ચાર ટીમો વચ્ચે ચેમ્પિયન તથા રનર્સઅપના ખીતાબ માટેના રોમાંચક મુકાબલા આજથી શરૂ થનાર છે.
ર૦૦૮ થી શરૂ થયેલ આ ટી-ર૦ ટુર્નામેન્ટમાં આ વર્ષે પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ, બેંગલોર, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો ટોચના ચાર સ્થાને છે. તેમાં મુંબઈ ઈન્ડિયન અત્યાર સુધીમાં છ વખત ફાઈનલમાં પ્રવેશી છે, પણ ર૦૧૦ માં રનર્સ અપ થઈ, બાકી ર૦૧૩, ર૦૧પ, ર૦૧૭, ર૦૧૯ અને ર૦ર૦ માં એમ પાંચ વખત ચેમ્પિયન થઈ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આઈપીએલમાં ચેમ્પિયન થઈ શકી નથી. ત્રણ વખત ર૦૦૯, ર૦૧૧ અને ર૦૧૬ માં રનર્સ અપ થઈ શકી હતી, જ્યારે ગુજરાત ટાઈટન્સની ટીમ ર૦રર માં ચેમ્પિયન થઈ હતી અને ર૦ર૩ માં રનર્સઅપ થઈ હતી, જ્યારે આ વર્ષે આઈપીએલમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે પહોંચેલ પંજાબ કીંગ્સની ટીમ અગાઉ એક પણ વખત ફાઈનલ સુધી પણ પહોંચી શકી ન હતી, જ્યારે દસ વખત ફાઈનલમાં પહોંચી પાંચ વખત ચેમ્પિયન થનાર ધોનીની ચેન્નઈ સુપર કીંગ્સ આ વખતે ટોચની ચાર ટીમોમાં પણ સ્થાન મેળવી શકી નથી.
સટ્ટાબજાર અને ક્રિકેટ પંડિતોના અભિપ્રાય મુજબ આ વર્ષે આરસીબીની ટીમ ચેમ્પિયન થવા માટે હોટ ફેવરીટ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial