Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સાત યાત્રિકો સાથે ટ્રાવેલ્સના સંચાલકે માથાકૂટ કરતા ગંગોત્રીમાં થયો ડખ્ખો

રાજકોટની ટ્રાવેલ્સમાં ચારધામની યાત્રાએ ગયેલા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧:       ઉત્તરાખંડના ચારધામ યાત્રાએ ગયેલા જામનગરના સાત યાત્રિકોને ટ્રાવેલ્સના સંચાલક સાથે બોલાચાલી થતા મામલો બિચકયો હતો. આખરે પોલીસે દરમ્યાનગીરી કરતા મામલો થાળે પડયો હતો.

રાજકોટના યાત્રાસંઘ મારફત જામનગરના સાત લોકો સહિતના યાત્રિકો ગત તા. ૧૩ ના ઉત્તરાખંડની ચારધામ યાત્રાએ ગયા હતાં. જેમાં વ્યક્તિ દીઠ રૂ. ૨૪૦૦૦ વસુલવામાં આવ્યા હતા, જેમાં રહેવા, જમવાની સુવિધાનો સમાવેશ થાય છે. હરિદ્વારથી યમુનોત્રી ગયા પછી આ સંઘ ગંગોત્રી પહોંચ્યો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી ટ્રાવેલ્સ સંચાલકે સવારનો નાસ્તો આપ્યો ન હતો. રેલવેની રિટર્ન ટીકીટ પણ કન્ફર્મ ન હતી. આ મામલે યાત્રીકોએ ટ્રાવેલ્સના સંચાલક સાથે માથાકુટ થઈ હતી, આખરે આ મામલો ઉત્તરકાશીના મનેરી પોલીસ મથકમાં પહોચ્યો હતો. જ્યાં યાત્રીકો પાસેથી વધારાના સાતહજાર માંગવામાં આવ્યા હતા અને પોલીસે દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ દરમ્યાન જુનાગઢના બે યાત્રીકો પાસેથી રૂ. ૪૮હજારની રકમ મેળવવાની બાકી હતી. અને યાત્રામાં મેનેજર પાસે યાત્રા પુરી થતા તેની ઉઘરાણી કરવામાં આવતા આ ડખ્ખો થયો હતો.

જામનગરના જે યાત્રીકો આ સંઘમાં સામેલ થયા તેમાં રાજેશભાઈ ભૂપતભાઈ પંડયા અને કલ્પનાબેન રાજેશભાઈ પંડયા (કામદાર કોલોની) જસવંતભાઈ બાબુભાઈ ચાવડા અને જીજ્ઞાબેન ચાવડા (નવાગામ ઘેડ) તેમજ ગોકુલનગરના મનોજ બચુભાઈ બારાઈ, સુધાબેન મનોજભાઈ બારાઈ અને યશ મનોજભાઈ બારાઈનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh