Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયની ઉપસ્થિતિમાં
ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયા આંતરરાષ્ટ્રીય પુષ્ટી માર્ગીય વૈષ્ણવ મહાપરિષદ ખંભાળીયા શાખાના પ્રમુખ નિલેષભાઈ સામાણી, વિજયભાઈ પોપટ, વિમલ દાસાણી, પ્રતિક સાયાણી તથા પિયુષાબેન ગોકાણી, મમતાબેન સાયાણી દ્વારા વિવિધ સ્પર્ધાત્મક આયોજન નવી લોહાણા મહાજનવાડીમાં કરવામાં આવ્યું હતું. જેમાં નિબંધ અને અંતાક્ષરી સ્પર્ધામાં બહોળા પ્રમાણમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જામનગરથી પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી ખાસ પધાર્યા હતા. શિલ્પાબેન ગોકાણી, ક્રિષ્નાબેન દત્તાણી, રૂપલબેન સામાણી, યશ્વી દત્તાણી, હિના સોનૈયા, રશ્મીબેન ખગ્રામ અને નેહાબેન ગુસાણી, મંજરીબેન દત્તાણી, રીધીબેન પંચમતીયા, ભારતીબેન અનેક બહેનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પુષ્ટી માર્ગીય વૈષ્ણવ મહાપરીષદ ગુજરાત રાજ્ય પ્રદેશના સંગઠનમંત્રી કમલેશભાઈ હેડાવ અને વૈષ્ણવ યુવા સંગઠન મોટી હવેલી જામનગર પદાધીકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ખંભાળીયાના વૈષ્ણવ શ્રી દિલીપભાઈ પંચમતીયા, જયસુખભાઈ સોનૈયા(પિંડારાવાળા), જીતુભાઈ સાયાણી, સુરેશભાઈ લાલ, મહેન્દ્રભાઈ સાયાણી સાથે અનેક અગ્રણીઓ વૈષ્ણવ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નિબંધ, અંતાક્ષરી સ્પર્ધામાં ખબુજ રસાકસી બાદ પ્રથમ નંબરે યમુના સત્સંગ મંડળના અગ્રણી હિનાબેન સોનૈયા તથા રશ્મીબેન ખગ્રામ આવેલ હતા. જેની દરેક વૈષ્ણવ ભાઈ-બહેનોએ તાળીઓથી વધાવી લીધેલ. જજીસ તરીકે ભાર્ગવ વસંત(જામનગર), વિમલ દાસાણીએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલેશભાઈ હેડાવએ કર્યું હતું. પ્રથમ નંબરે આવેલ હિનાબેન સોનૈયા, રશ્મીબને ખગ્રામ તથા દરેકને પુ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી ના વરદ હસ્તે પુરસ્કાર તથા શિલ્ડ આપવામાં આવ્યા હતા. વૈષ્ણવ બહેનો નિરૂબેન દબીયાણી, કિરણબેન દત્તાણી, રમાબેન લાલ તથા મીનાબેન દાવડા વિગેરેએ શુભેચ્છા આપી હતી. અને સમગ્ર કાર્યક્રમની આભારવીધિ જયસુખ સોનૈયા (પિંડારાવાળા) દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial