Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લુધીયાણા અને દમણથી ભરાયેલ
જામનગર તા. ૨૧: દમણથી દારૂનો જથ્થો દેવભૂમિ દ્વારકા તરફ લઈ જવાતો હતો જેને લીમડી પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. જયારે લુધીયાણા જામનગર તરફ લવાતો દારૂનો મોટો જથ્થો સાયલા-ચોટીલા માર્ગેથી પોલીસે પકડી પાડયો છે. આમ, હાલાર તરફ આવી રહેલા આશરે રૂપીયા એક કરોડની કિંમતનો દારૂ કબ્જે લેવાયો છે.
દમણથી દારૂ-બીયરનો જથ્થો ભરીને વાહન પસાર થનાર છે, આથી પોલીસ કાફલો ધંધુકાના લીમડી ત્રણ રસ્તા પાસે પોલીસ વોચમાં ગોઠવાઈ હતી. આ સમયે એક ટ્રક શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે તેને રોકયો હતો અને તલાસી લેતા મીનરલ વોટરની બોટલના કેરેટ હેઠળ છુપાવાયેલ ૯૬૦ નંગ દારૂની મોટી બોટલ અને ૫૧૮૮૪ નંગ દારૂની નાની બોટલ તેમજ પ્લાસ્ટીકની ૪૩૬૮ નંગ બોટલ અને ૧૬૩૨ નંગ બીયરની બોટલો મળી કુલ રૂ.૩૯ લાખ ૩૯ હજાર ૮૪૦ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો કબ્જે કર્યો હતો. અને ટ્રક ચાલાક અમરા ગલાભાઈ મોરી(રે. રાણપર, તા. ભાણવડ)ની ધરપકડ કરી હતી. આરોપીની પુછપરછમાં પોતાના જ ગામના નાગા રાજાભાઈ કોડીયાતરનાં કહેવાથી આ દારૂ લાવ્યો હોવાની કબુલાત આપી હતી. અને દમણથી આ દારૂ ટ્રકમાં ભરવામાં આવ્યો હતો. આમ, દ્વારકા જિલ્લામાં લઈ જવાનો દારૂ લીમડી માર્ગે ઝડપાઈ ગયો હતો.
આ ઉપરાંત ચોટીલા-સાયલા માર્ગે એલ.સી.બી. પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ભુસુ ભરેલ ટ્રકમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. આપી પોલીસે કડક વોચ ગોઠવી હતી. આ સમયે શંકાસ્પદ હાલતમાં ટ્રક પસાર થતા પોલીસે તેને રોકી તેની તલાસી લેતા ભુસાના કોથળા નીચે છુપાવાયેલ રૂ. ૬૬ લાખની કિંમતનો પર૩ર નંગ દારૂની બોટલનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે રાણાવાવ તાલુકાના અમરદડ ગામના ધોરીયાનેસના રાજુકાળાભાઈ ચાવડા નામના ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં દારૂનો આ જથ્થો લુધીયાણાથી ભરવામાં આવ્યો હતો અને જામનગરમાં જીગર રબારીને પહોંચતો કરવાની કબુલાત આપી હતી. પોલીસે ટ્રક સહિત દારૂ મળી કુલ રૂ. ૮૧ લાખ ર૩ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial