Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, મોબાઈલ, બાઈક કબજે કરી લેવાયાઃ
જામનગર તા. ૨૧: ભાણવડના એક ખેતર સ્થિત મકાનમાં શનિવારે સ્થાનિક ગુન્હાશોધક શાખાની ટીમે દરોડો પાડી નાલ ઉઘરાણી જુગાર રમાડતા એક તથા જુગાર રમતા પાંચ શખ્સની અટકાયત કરી છે.
દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ગરાસ વાડી વિસ્તારમાં એક શખ્સના ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી શનિવારે બપોરે દ્વારકા એલસીબીના સ્ટાફે ત્યાં આવેલા જગદીશ ભીમાભાઈ રાવલીયા નામના ફતેપુર ગામના શખ્સના ખેતરમાં દરોડો પાડ્યો હતો.
તે ખેતરમાં આવેલા મકાનમાં જગદીશને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા રમેશ જેસાભાઈ ભાટુ, કાનાભાઈ અરજણભાઈ ભાટુ, કિશોર મોહનભાઈ જોષી, ગોવિંદ રાયદેભાઈ રાવલીયા, ગુલમામદ ઈસ્માઈલ જેઠવા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૮૧પ૦૦ રોકડા, મોબાઈલ, ત્રણ બાઈક મળી કુલ રૂ.૧,૮૧,પ૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. છએય શખ્સ સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial