Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમોસમી વરસાદથી લોકોને ગરમીમાં રાહત પણ જગતનો તાત પરેશાન
અમદાવાદ તા. ૨૧: છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૩૧ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા તંત્રો દ્વારા થયેલી પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ. તો ખેડૂતોની ચિન્તા વધી છે.
ગુજરાતમાં ગઈકાલથી ફરીથી વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. આજે પણ વહેલી સવારથી જ ભરૂચના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
ભરૂચમાં કાળા ડિબાંગ વાદળ સાથે વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં ભરૂચમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. ધોધમાર વરસાદના કારણે શહેરના ઉમવાડા રેલવે અંડર બ્રિજમાં પાણી ભરાઈ ગયા હતાં.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લાં ૨૪ કલાકમાં કુલ ૩૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સૌથી વધુ ૨.૪૪ ઈંચ વરસાદ વરસ્યો છે. આ વરસાદ માત્ર બે કલાકમાં જ ખાબક્યો છે.
જો કે, જૂનાગઢ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ વરસાદ થયો હતો. આ સિવાય મંગળવારે સાંજે અમરેલીના વડિયા સહિત સમગ્ર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. વડીયાના ઠુંઢિયા પીપળીયા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પણ વહેલી સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
સંભવિત વાવાઝોડાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી છે. કર્ણાટકના દરિયાકાંઠે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે, જેના કારણે બેંગલુરૂ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આ સિસ્ટમનો હજુ લો-પ્રેશર એરિયા બન્યો નથી. જ્યાં સુધી તે ડિપ્રેશન નહીં બને ત્યાં સુધી તેની દિશા નક્કી કરી શકાશે નહીં.
સુરતમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. આજે સવારે પડેલા વરસાદના કારણે શહેરના મોરાભાગળ, ડભોલી સહિતના અનેક મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકોને નોકરી ધંધે જનારા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય તેવી રીતે આજે અનેક વિસ્તારમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.
હવામાન ખાતાની આગાહીને પગલે સાવરકુંડલા પંથકમાં સતત બીજે દિવસે પણ અનરાધાર વરસાદ ખાબકી રહૃાો છે. આજે વહેલી સવારથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલા શહેરના રોડ રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય એવા દૃશ્યો જોવા મળ્યા હતા. સાવરકુંડલાના સીમરન અને ગાધકડા ગામની શેરીઓના રસ્તાઓ પર નદીઓ વહેતી હતી. સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદના લીધે ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ભાગમાં વીજળી ગૂલ થઈ ગઇ હતી. ગાધકડા, સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ, ખાંભાના નેસડી, તાતણીયા દાઢીયાળી,નાનુડી,ઉમરીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબકતાં તલ, બાજરી, ડુંગળી, સહીતના પાકને પારાવાર નુકસાન થયું હતું. કમોસમી વરસાદના પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. અનરાધાર વરસાદના પગલે લોકોને અસહૃા ગરમી અને ઉકળાટથી આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
હવામાન વિભાગની આજની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (૨૧ મે) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial