Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ. મોદી સાથેની મિત્રતાનું શું થયું?
નવી દિલ્હી તા. ૨૧: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે લાંબી ટેલિફોનિક વાતચીત થઈ અને આ વાતચિત પરથી પુતિને આ વાટાઘાટો સકારાત્મક હોવાનું જાહેર કર્યા પછી અફવાઓનું બજાર ગરમ હતું અને ટૂંક સમયમાં રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થશે અથવા યુદ્ધવિરામ થઈ જશે, તેવું મનાતુ હતુ, પરંતુ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ડી.જોન્સે કરેલી નવી જાહેરાત જોતા તે વાટાઘાટો તદૃન સકારાત્મક રહી હોય, તેમ લાગતું નથી. આ જાહેરાત મુજબ અમેરિકાએ રશિયાને ચિમકી આપી છે કે રશિયા યુક્રેન સાથે તત્કાળ વાતચીત કરીને યુદ્ધવિરામ નહીં કરે, તો અમેરિકા રશિયા પર વધુ પ્રતિબંધો મુકશે. ટ્રમ્પ પ્રશાસનની સ્થાયી પોલિસી સાથે આ પ્રકારની ચિમકી સુસંગત જણાતી નથી, પરંતુ યુક્રેનમાં રહેલા આર્થિક, કુદરતી સંપદા પર અમેરિકાની નજર હોય, તેથી આ પ્રકારની ધમકીભરી ભાષા અમેરિકાએ વાપરી હોય, તેવું બની શકે છે.
બીજી તરફ ટ્રમ્પ દ્વારા લેવાઈ રહેલા વિશ્વવ્યાપી કદમ જોતા તેની વક્રદૃષ્ટિ ભારત પર વધુ હોય તેમ જણાય છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને હથકડી પહેરાવીને પરત મોકલવા, એચ.૧બી. વીઝા તથા ઉંચા ટેરિફ પછી હવે અમેરિકા રહેતા ભારતીયો પોતાના પરિવારને ભારતમાં નાણા મોકલે છે, તેના પર પણ ભારે ટેક્સ વસુલવા જેવા જે કદમ ઉઠાવાઈ રહ્યા છે, તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની દોસ્તીનું શું થયું? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. લગભગ એક દાયકા પહેલા ભારતમાં સત્તા પરિવર્તન થયું, તે પછી ટ્રમ્પની પ્રથમ ટર્મ દરમ્યાન તો ભારત સાથે સંબંધો સારા રહ્યા, પરંતુ અત્યારે ટ્રમ્પનું વલણ પાક્કા મિત્ર જેવું તો નથી જ... અને તેથી જ ઘણાં સવાલો ઊભા થયા છે.
આ અંગે કેટલાક ંવિશ્લેષકો કહે છે કે ભારત દુનિયાની પ્રથમ હરોળની ઈકોનોમીમાં આગળ વધી રહ્યું હોવાથી ટ્રમ્પને પેટમાં દુઃખે છે. તો બીજા કેટલાક તજજ્ઞો કહે છે કે ટ્રમ્પની બીજી ટર્મ શરૂ થઈ, ત્યારથી જ માત્ર ભારતની સાથે નહીં, પણ દુનિયાના તમામ દેશો સાથે ટ્રમ્પ અમેરિકાની પરંપરાગત વિદેશનીતિને ધરમૂળથી બદલી રહ્યા હોય તેમ જણાય છે. ટ્રમ્પ દ્વારા ચીનના ટેરિફમાં વધ-ઘટ કરવી, સીરિયા સાથે લીબરલ થવું, ઈઝરાયેલને ગાઝાપટ્ટીના મુદ્દે પહેલા સમર્થન આપવાનો પછી ગોળ-ગોળ વાતો કરવી અને હવે ગલ્ફ(ખાડી)ના અરબ દેશો સાથે સંબંધો ઘનિષ્ઠ બનાવવા જેવા ટ્રમ્પના કદમ જોતા તે ટ્રેડ (વ્યાપાર), ટેરિફ અને ટેરેરિઝમ (થ્રી"ટ્રી") નો ઉપયોગ પોતાની વ્યક્તિગત રાજકીય તાકાત વધારવા અને પોતાના ગુપ્ત વ્યાપારી ધનિકોને ફાયદો કરાવવા કરતા હોય તેવું નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial