Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેલા અન્ય સાત બાઈકચાલક સામે પોલીસે શરૂ કરી કાર્યવાહીઃ બેના બાઈક ડીટેઈનઃ
જામનગર તા. ૨૧: જામનગરના ખીજડિયા બાયપાસ પાસે શનિવારે મોડી રાત્રે બાઈકની રેસ લગાવતા કેટલાક યુવાનમાંથી એક યુવાન આગળ જતાં ટ્રકના ઠાઠામાં ટકરાયો હતો. ટ્રક ચાલકે તેની સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે ખુદ ફરિયાદી બની આ યુવાન સાથે રેસ લગાવતા અન્ય સાત બાઈકચાલક સામે ગુન્હો નોંધી બેના બાઈક ડીટેઈન કર્યા છે અને બાકીના પાંચની શોધ આરંભી છે. ગંભીર ઈજા પામેલા યુવાનને સારવાર અપાઈ રહી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ખીજડિયા ગામ પાસે શનિવારની રાત્રે એક બાઈક જામનગર તરફ જતાં ટ્રકના ઠાઠામાં ટકરાઈ પડ્યું હતું. જેમાં બાઈકના ચાલક નવાગામ ઘેડના અંકિત દિલીપભાઈ મકવાણા નામના યુવાનને ગંભીર ઈજા થઈ હતી. આ યુવક સહિતના આઠ યુવાન ધ્રોલ પાસે લૈયારા ગામમાં યોજાયેલા એક પ્રસંગમાં ગયા પછી મોડીરાત્રે જામનગર આવતા હતા.
માર્ગમાં આ યુવાનો રેસ લગાવવાના રવાડે ચઢ્યા પછી વારાફરતી તમામ બાઈક ચાલકોએ ફૂલસ્પીડમાં બાઈક ચલાવી બાઈક પર સૂઈ ગયા હતા. તે પછી ખીજડિયા બાયપાસથી થોડે દૂર જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે જીજે-૧૦-ઈએ ૭૫૫૦ નંબરના બાઈકને ચલાવી રહેલો અંકિત આગળ જતાં જીજે-૧૦-ઝેડ ૫૭૪૦ નંબરના ટ્રકના ઠાઠામાં અથડાયો હતો.
રોડ પર પછડાયેલા અંકિતને ગંભીર ઈજા થઈ છે. હાલમાં તેને સારવાર આપવામાં આવી રહી છે. ટ્રક ડ્રાઈવર મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલમાં જોગવડમાં રહેતા મનુભા હાકુભા ગોહિલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઉપરોક્ત ફરિયાદ ઉપરાંત જામનગરના પંચેશ્વર ટાવર નજીક વસવાટ કરતા ચેતન રાજેશભાઈ પાટલીયા તેના ભાઈ ચિરાગ રાજેશભાઈ તેમજ ધરારનગર-રવાળા યાસીન કરીમ બાબવાણી, બેડીના ફરીદ અબ્બાસ ભડાલા, નવાગામ ઘેડવાળા મયુર રામભાઈ મકવાણા, ખડખડનગરવાળા જયેશ અશોકભાઈ ગુજરાતી સામે પંચકોશી એ ડિવિઝનના એએસઆઈ એન.બી. જાડેજા એ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
ઉપરોક્ત સાત શખ્સ અંકિતની સાથે પોતાના બાઈકની રેસ લગાવતા હતા. પોલીસે ચેતનનું જીજે-૧૦-ડીપી ૫૨૫૮ નંબરનંુ તથા યાસીનનું જીજે-૧૦-ડીક્યુ ૮૨૭૮ નંબરનું બાઈક ડીટેઈન કર્યું છે અને બાકીના પાંચ શખ્સના બાઈક ડીટેઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાનો જોશમાં આવી રેસ લગાવતા હતા અને હવે અકસ્માત સર્જાતા એક યુવાન હોસ્પિટલના બિછાને તરફડી રહ્યો છે ત્યારે પોતાના તથા અન્યના જીવ જોખમમાં મૂકી શા માટે રેસ લગાવતા હતા? તે પ્રશ્ન આ યુવાનોના વાલીને ચોક્કસ ઉઠ્યો હશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial