Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની નવાનગર નેચર ક્લબ દ્વારા ખેડૂતો માટે જળસંચય માટે શિબિર

ગુજરાત વોટર સમિટ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર નવાનગર નેચર ક્લબ દ્વારા ગુજરાત વોટર સમ્મીટ-૨૦૨૫ અંતર્ગત ખેડૂતો માટે જળસંચય માટે તા. ૫-૬-૨૫ના વિશ્વ પર્યાવરણ દિને મ્યુનિ. ટાઉનહોલમાં સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

શિબિરના મુખ્ય આકર્ષણો :

જળ ક્રાંતિકારીએ સાથે વાર્તાલાપઃ દેશના પ્રખ્યાત જળક્રાંતિકારીઓ વરસાદી પાણીના સંગ્રહ, ચેકડેમ, નદી, નાળા અને ખેત તલાવડીના નિર્માણ તથા સમારકામ વિશે વ્યવહારૂ માર્ગદર્શન આપશે.

પેનલ ડિસ્કશનઃ "ભારતની પવિત્ર નદીઓ સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત કેવી રીતે શઈ શકે ?" વિષય પર નિષ્ણાંતોની વિચારપ્રેરક ચર્ચા, જેમાં પ્રદુષણ નિવારણના ઉકેલો રજુ થશે.

સરકારી યોજનાઓની માહિતીઃ જળસંચય, ખેતી અને ગ્રામ વિકાસ માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી.

સીએસઆર તકોઃ સ્થાનિક કંપનીઓના સી.એસ.આર. ફંડ હેઠળ ગામના વિકાસ માટે નવી તકો અને માર્ગદર્શન.

પ્રમાણપત્રઃ શિબિરમાં ભાગ લેનાર દરેક ખેડૂતને નવાનગર નેચર ક્લબ, જામનગર મહાનગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અધિકૃત પ્રમાણપત્ર આપવમાં આવશે.

શિબિરના ફાયદાઃ

જળસંચયની ટેકનીકોઃ વરસાદી પાણીનો સંગ્રહ, ચેકડેમ અને ખેત તલાવડીના નિર્માણની આધુનિક પદ્ધતિઓ શીખી ખેતીને વધુ ઉત્પાદક બનાવો.

સરકારી સહાયઃ જળસંચય અને ખેતી માટે સરકારી યોજનાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા જાણો.

ગામનો વિકાસઃ સી.એસ.આર. ફંડનો ઉપયોગ કરી ગામના વિકાસ માટે નવી તકો શોધો.

સન્માનઃ શિબિરમાં ભાગીદારી માટે અધિકૃત પ્રમાણપત્ર પ્રાપ્ત કરો.

નેટવર્કિંગઃ જળસંરક્ષણના નિષ્ણાંતો, સરકારી અધિકારીઓ અને સાથી ખેડૂતો સાથે જોડાવાની તક.

શિબિરમાં પ્રવેશ નિઃશુલ્ક છે, પરંતુ નોંધણી ફરજિયાત છે. માત્ર નોંધાયેલા ખેડૂતોને જ પ્રવેશ આપવામા આવશે. ટાઉનહોલની બેઠકવ્યવસ્થા મર્યાદિત હોવાથી, વહેલો તે પહેલોના ધોરણે નોંધણી કરવામાં આવશે. નોંધણી માટે કૃપા કરીને વ્હોટ્સએપ નંબર ૯૮૭૯૯૪૬૩૭૦ પર નામ, મોબાઈલનંબર, ઉંમર અને ગામનું નામ મોકલી આપવાના રહેશે. વધુ વિગતો માટે મો.નં. ૯૯૨૫૫૬૦૧૯૯ ઉપર સંપર્ક કરવો. નોંધણીની અંતિમ તારીખ ૨૯ મે, ૨૦૨૫ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh