Advertisement
Author: નોબત સમાચાર

દસ વરસના બદલે પાંચ વરસનો કોન્ટ્રાકટ આપવા ધમપછાડા...!!

કચરાના કોન્ટ્રાકટનો વિવાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર મહાનગરપાલિકાના સતાધારી પક્ષ દ્વારા કચરાનો કોન્ટ્રાકટ રૂ. ૯૦૦ કરોડના ખર્ચે દસ વરસના સમયગાળા માટે આપી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની સામે ઉગ્ર વિરોધ વંટોળ ઉભો થતાં સ્થાયી સમિતિમાં તે અંગેનો ઠરાવ સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી.

હવે આ કોન્ટ્રાકટ દસ વરસના બદલે પાંચ વરસ માટે આપવા નવેસરથી હીલચાલ (ધમપછાડા) શરૂ થઈ છે ! જે અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે આ કોન્ટ્રાકટ પાંચ વરસ માટે આપવો અને તેના ખર્ચમાં પણ મોટો કાપ મુકવામાં આવશે. પાંચ વરસ માટે કચરાનો કોન્ટ્રાકટ અંદાજે ૨૫૦ કરોડનો થશે. અર્થાત દર સરસે રૂ. પચ્ચાસ કરોડ (હાલ વરસે રૂ. ૩૦ કરોડનો ખર્ચ થાય છે) કાયદાકીય જાણકારોના જણાવ્યા પ્રમાણે કોઈપણ સરકારી વિભાગ, સ્થાનિક સ્વરાજયની સંસ્થા (અધ સરકારી વિભાગ) ધારા કોઈપણ કામ માટે વધુમાં વધુ ત્રણ વર્ષનો જ કોન્ટ્રાકટ આપી શકે છે. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સત્તાધારી પક્ષના જ કેટલાંક વગદાર નેતાઓ દ્વારા પાંચ-દસ વરસના કોન્ટ્રાકટનો શંકાસ્પદ રીતે દુરાગ્રહ રાખવામાં આવે છે ! કારણ કે વર્તમાન ચૂંટાયેલા બોર્ડની મુદત હવે આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી-૨૦૨૬માં પૂર્ણ થાય છે, તો આવવા દયો નવી ચૂંટાયેલી બોડીને...! તમને અત્યારે પાંચ-દસ વરસનો કોન્ટ્રાકટ આપવાની તાલાવેલી/ ઉતાવળ શા માટે છે ? હાલના સત્તાવાળા/ બોર્ડ કમસે કમ એકાદ વરસનો કોન્ટ્રાકટ આપે તે જ વ્યાજબી ગણાય.!

સૌથી ચોંકાવનારી વિગતો જે ચર્ચામાં છે તે છે વિપક્ષની સાથે ઈલુ ઈલુ ની ! આ કોન્ટ્રાકટ દસ વરસના બદલે પાંચ વરસનો કરવા માટે વિપક્ષ સાથે સમજૂતી કરી લીધાની ચર્ચાએ જોર પકડયું છે. આનો મતલબ તો એવો થયો કે આ મોટા કામમાં સત્તાધારી પક્ષે પણ વિપક્ષનું શરણું લેવું પડી રહ્યું છે.. તો સામાપક્ષે વિપક્ષના વર્તુળોમાં આવી કોઈ સમજુતી થઈ જ નથી તેવું જાહેર થાય છે ! અર્થાત- હજી પણ આ પ્રકરણ ગોટાળે તો ચડયું જ છે ! જોઈએ સત્તાધારી પક્ષ આ કામનો કોન્ટ્રાકટ કોને, કેટલા સમય માટે, કયા ભાવથી આપે છે ? અને તે સમયે વિપક્ષ શું ભૂમિકા ભજવે છે !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh