Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્સવ નવલી નવરાત્રિના આયોજક આનંદભાઈ માડમની સોશ્યલ મીડિયામાં તંત્રને ટકોરઃ
જામનગર તા. રઃ જામનગર શહેરના મધ્યમાં આવેલ વિશાળ સરકારી મેદાન 'પ્રદર્શન ગ્રાઉન્ડ'માં દર વર્ષે નવરાત્રિનું આયોજન કોઈને કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ભાડે આપવા માટે જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત વિભાગ દ્વારા જાહેરમાં હરાજી કરાવવા અથવા બંધ કવરમાં ભાડાના ભાવ મંગાવવામાં આવ્યા હતાં. આ કાર્યવાહી દોઢેક મહિના પહેલા કરવામાં આવી હતી.
પ્રાચીન હોય કે અર્વાચીન ગરબા, તમામ આયોજનોમાં સ્પોન્સરશીપ, ફાળા અને ફી લેવાતી જ હોય છે. એટલે દરેક આયોજનને વ્યવસાયિક આયોજન માનીને એક દૃષ્ટિએ મુલવવા અને વધુ ભાવ આપનારને મેદાન ભાડે અપાય છે તેવી અરજી ઉત્સવ નવલી નવરાત્રિ ઉત્સવના આયોજકે કરી હતી. આ સાથે તેમણે તંત્રને વિનંતી પણ કરી હતી કે નવરાત્રિના એક મહિના અગાઉ હરાજી કે બંધ કવરના ભાવની પ્રક્રિયા પૂર્ણ કરી દેવી જોઈએ. જેથી આયોજકને તેના નવરાત્રિ આયોજનના સ્થળ બાબતે નિરાંત થઈ જાય તેમજ જાહેરાતો, ફાળા, પાસના વેંચાણ, પ્રિન્ટીંગ વગેરેમાં યોગ્ય તૈયારી થઈ શકે.
પણ... કમનસીબે તંત્રએ આ વિનંતી પ્રત્યે ધ્યાન આપવામાં આવ્યું નથી. નોરતા શરૃ થવાના ૧૬ દિવસ અગાઉ પ્રાંત કચેરીએ જવાબ લખાવી દેવાશે. સંદેશો આવ્યો... આથી આયોજકે જણાવ્યું કે આ તમામ પ્રક્રિયા ૩૦-૪૦ દિવસ પહેલા પૂર્ણ કરી દેવાના બદલે છેક છેલ્લી ઘડીએ કામ કરો તે વ્યાજબી નથી.
ઉત્સવ નવલી નવરાત્રિના આયોજક આનંદભાઈ માડમે સોશ્યલ મીડિયામાં ફેસબુક ઉપર વિસ્તૃત પોસ્ટ મૂકી પ્રદર્શન મેદાન નવરાત્રિ માટે ભાડે આપવાની પ્રક્રિયા દોઢ મહિના પહેલા પૂર્ણ કરે તેવી લાગણી વ્યક્ત કરી છે.
તેમણે અંતમાં જણાવ્યું છે કે, સરકારને સારી રકમની આવક થાય અને આયોજક અગાઉથી સુવ્યવસ્થિત આયોજન કરી શકે તેવા શુભ હેતુસર તંત્રનું ધ્યાન દોરવાનો નમ્ર પ્રયાસ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial