Advertisement
Author: નોબત સમાચાર

આર્ય ભગવતી વિલાના બંગલામાં જામેલી દારૃની મહેફિલ ઝડપાઈઃ સાત સામે ગુન્હો

નશામાં વાહન ચલાવતા બે શખ્સની અટકાયતઃ

જામનગર તા. ૧ઃ જામનગર-ખંભાળિયા રોડ પર સરમત ગામના પાટિયા પાસે આર્ય ભગવતી વિલા નામની સોસાયટીના બંગલામાં શનિવારે રાત્રે જામેલી દારૃની  મહેફિલ પર પોલીસે દરોડો પાડતા સાત પરપ્રાંતિય શખ્સ નશામાં ઝૂમતા મળી આવ્યા હતા. જ્યારે દિ. પ્લોટ તથા માંડવી ટાવર પાસેથી બે સ્કૂટર-બાઈકચાલક નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપાઈ ગયા હતા.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સરમત ગામના પાટીયા પાસે એક બંગલામાં શનિવારે રાત્રે અંગ્રેજી શરાબની મહેફિલ જામી હોવાની બાતમી મળતા સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા આર્ય ભગવતી વિલા નામના બંગલા નંબર ૧૫૯માં પોલીસે તલાશી લેતા ત્યાં અંગ્રેજી શરાબની મહેફીલ માણી રહેલા સરોજકુમાર નિરંજના પાંધી, પ્રદીપ અશોકભાઈ કાંબલે, બબલુ રામનાથ શાહ, જુગરાજ પુખરાજ ત્રિવેણી, નરેનકુમાર પ્રવીણમોહન બેહરા, મનોજકુમાર ગણેશદત્ત બધાણી, દેવદત્ત અતિદ્રકુમાર નામના સાત શખ્સ શરાબની મહેફિલ માણતા મળી આવ્યા હતા. પોલીસે ત્યાંથી અંગ્રેજી શરાબની ૧૦૦ એમએલ જેટલું પ્રવાહી ભરેલી એક બોટલ કબજે કર્યા પછી તમામ આરોપીઓની અટકાયત કરી હતી અને તેઓને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં રાખવામાં આવેલો શરાબ સાથે લેવાનો નાસ્તો મળી આવ્યો હતો. જેનો પોલીસે નાશ કર્યાે હતો.

જામનગરના પ્લોટ વિસ્તારની શેરી નંબર-૫૯ માંથી શનિવારની રાત્રે પસાર થતાં જીજે-૧૦ સીઆર ૭૯૩૮ નંબરના સ્કૂટરને પોલીસે શકના આધારે રોકાવી તેના ચાલક હિરેન અરવિંદભાઈ જોશીની તલાશી લેતા આ શખ્સ નશામાં જણાઈ આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી સ્કૂટર કબજે કર્યું છે.

જામનગરના માંડવી ટાવર પાસેથી શનિવારે રાત્રે દોઢક વાગ્યે જીજે-૧૦-સીએમ ૬૬૬૪ નંબરનું બાઈક લઈને જતા પિયુષ આનંદભાઈ સોલંકી નામના ખારવા ચકલા પાસે ઝંડુભટ્ટની શેરીમાં રહેતા શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા આ શખ્સ પણ નશાની હાલતમાં જણાઈ આવતા પોલીસે તેની અટકાયત કરી રૃા.૨૦,૦૦૦નું તેનું બાઈક કબજે લીધું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh