Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાની ખાવડીમાં પ્રૌઢે અકળ કારણથી ગળાટૂંપો ખાધોઃ
જામનગર તા. ૨ઃ કાલાવડના નાની વાવડી ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના એક યુવાને પોતાના તામસી સ્વભાવના કારણે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે ત્યારે નાની ખાવડી ગામમાં એક પ્રૌઢે અકળ કારણથી ગળાટૂંપો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે બંને બનાવની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં આવેલા લાલજીભાઈ કુરજીભાઈ પાંભરના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાકિયા ગામના સંજયભાઈ મુકેશભાઈ જાદવ નામના ૨૨ વર્ષના યુવાન અને તેનો નાનો ભાઈ સાંઈરામ શનિવારે રાત્રે લાલજીભાઈના ખેતરમાં પાણી વાળતા હતા.
ત્યારે ત્યાં આવેલા સંજયભાઈના પત્ની રોશનીબેને પોતાના દિયર સાંઈરામને સુઈ જવા માટે કહ્યું હતું. આ વેળાએ ગુસ્સે ભરાયેલા સંજયભાઈએ તમે બંને સુઈ જાવ તેમ કહી વાડીના મકાને મોકલાવી દીધા પછી સંજયભાઈ પોતાના તામસી સ્વભાવના કારણે લીમડાના ઝાડમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની રવિવારે સવારે રોશનીબેનને જાણ થઈ હતી. તેઓએ પોલીસને વાકેફ કરી હતી. દોડી આવેલી કાલાવડ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી રોશનીબેનનું નિવેદન નોંધ્યું છે.
જામનગર તાલુકાના સિક્કા નજીકના નાની ખાવડી ગામમાં રહેતા મુકેશભાઈ નાથાભાઈ ઝાલા નામના બાવન વર્ષના અનુસૂચિત જાતિના પ્રૌૈઢે શુક્રવારે રાત્રે એકાદ વાગ્યે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ તેમના પરિવારને થતા મુકેશભાઈને નીચે ઉતારી પોલીસને જાણ કરવામાં આવી હતી. દોડી ગયેલી સિક્કા પોલીસે મુકેશભાઈને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પીએમ માટે ખસેડ્યો છે અને આ પ્રૌૈઢના પુત્ર અજયભાઈ ઝાલાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial