Advertisement
Author: નોબત સમાચાર

સ્પેનમાં ભડકે બળી રહેલી નાઈટ ક્લબમાં ૧૩ ભૂંજાયાઃ અનેક ઘાયલઃ મૃતાંક વધી શકે

મર્સિયા શહેરના મેયરે ત્રણ દિ'નો શોક જાહેર કર્યોઃ

મર્સિયા તા. રઃ સ્પેનના મર્સિયામાં એક નાઈટ ક્લબમાં આગ લાગતા ૧૩ ના મૃત્યુ થયા છે, અને ઘણાં લોકો ઘાયલ થયા છે. હજુ મૃતાંક વધશે, તેવી આશંકા સેવાઈ રહી છે.

સ્પેનની નાઈટ ક્લબમાં રવિવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવવા અને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કટોકટી સેવાઓએ એક્સ (અગાઉનું ટ્વિટર) પર જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડ અને અગ્નિશામકો ઘટના સ્થળે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું કે અહીં મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.

કટોકટી સેવાઓ દ્વારા જાહેર કરાયેલા ફોટા અનુસાર 'ટીયર' નાઈટ ક્લબમાં આગ ફાટી નીકળી હતી. તેને 'ફોન્ડા મિલાગ્રોસ' કહેવામાં આવે છે.

બચાવ કાર્યકરોના જણાવ્યા અનુસાર તેઓને સ્થાનિક સમય મુજબ સવારે ૬ વાગ્યે પહેલા અહેવાલો મળ્યા કે બે માળની નાઈટ ક્લબમાં આગ લાગી હતી. અહીં પહોંચતા જ ૪ મૃતદેહો મળી આવ્યા હતાં. ૪૦ મિનિટ પછી બીજી બીજા બે મૃતદેહ મળી આવ્યા હતાં, અને પછી આંકડો વધતો રહ્યો હતો.

મર્સિયા ટાઉન હોલે આ માહિતી આપી છે કે મૃત્યુઆંક છ પર પહોંચી ગયો છે. હજુ પણ ઘણાં લોકો ગુમ હોવાના અહેવાલ છે. આગ લાગ્યા પછી બચાવકર્મીઓ તેમને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરની હદમાં આવેલા એટલાસમાં વહેલી સવારે લાગેલી આગ પછી માહિતીની રાહ જોવાઈ રહી છે. ક્લબની બહાર યુવાનોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો એકબીજાની ચેક કરી રહ્યા હતાં. એક બચી ગયેલા વ્યક્તિ, જેની ઓળખ થઈ નથી, તેણે કહ્યું કે, એલાર્મ બંધ થઈ ગયું અને બધી લાઈટો બંધ થઈ જતા લોકો બૂમો પાડવા લાગ્યા હતાં અને તેથી સ્પષ્ટ થઈ ગયું કે આગ લાગી છે.

મર્સિયા શહેરના મેયર જોસ બાલેસ્ટાએ ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આગમાં અન્ય કેટલાક લોકો પણ ઘાયલ થયા છે, તેમાં રર અને રપ વર્ષની મહિલાઓ પણ છે. ૪૦ વર્ષની વયના પુરુષો પણ હતાં. ધૂમાડાના કારણે બધાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમણે કહ્યું કે ૪૦ થી વધુ ફાયર ફાઈટર અને ૧ર ઈમરજન્સી વાહનો આગ બુજાવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh