Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાયત્રી બીચ પર ગાંધીજીની યાદગાર પ્રતિમા
દ્વારકા તા. રઃ આજે ગાંધીજ્યંતી ઉજવાઈ રહી છે ત્યારે દ્વારકામાં મહાત્મા ગાંધીજીના યાદગાર સંસ્મરણો વાગોળવામાં આવી રહ્યાં છે એવું કહેવાય છે કે, પૂ. બાપુએ દ્વારકાધીશજીના દર્શન કર્યાની નોંધ પણ છે.
આજે રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિ સમગ્ર દેશમાં ઉજવાય રહી છે ત્યારે પૂ. બાપુએ દ્વારકાની ઐતિહાસિક નોંધ જાણીતા લેખકો સ્વ. કલ્યાણજીભાઈ જોષી તથા ઈશ્વરભાઈ પરમાર અને સવજી છાયાંના પુસ્તકોમાંથી મળી આવી છે. જેના સંસ્મરણો મુજબ, વર્ષોથી દ્વારકાના રત્નેશ્વરના સમુદ્ર કિનારે (ગાયત્રી બીચ) એટલે કે, હોટલ લોર્ડસ ઈકોઈન નજીક આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા પ્રવાસીઓને ગાંધીજીના સંસ્મરણો યાદ કરવાનું અને નિહાળવાનું એક યાદગાર પ્રતિક છે.
સંસ્મરણોઃ ગાંધીજી ર૧મી ઓક્ટોબર-૧૯રપ ની સાંજે મુંબઈથી રૃપવતી નામની આગબોટમાં માંડવી-કચ્છ જવા નીકળ્યા, રરમી ઓક્ટોબરની વહેલી સવારે ગાંધીજીએ આગબોટ ઉપરથી જ દ્વારકાના જગત મંદિરા દર્શન કર્યાની નોંધ મળે છે. - (નરોત્તમ પલાણની નોંધ પરથી).
એક પ્રસંગે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી મુંબઈ અને મુંબઈથી આગબોટ મારફત કરાંચી જઈ રહ્યાં હતાં ત્યારે કલ્યાણરાય જોષીએ દ્વારકા પાસે આગબોટ ઊભી રખાવી તેમનું સ્વાગત કર્યુ હતું. (ઈ.સ. ૧૯ર૦).
ઈ.સ. ૧૯૪૮ પછી ગાંધીજીના અસ્થિનું વિસર્જન દ્વારકામાં ગોમતી સમુદ્ર સંગમે કરવામાં આવ્યું તેની યાદમાં 'ગાંધીજી સ્મૃતિ સર્કલ' રત્નેશ્વર મહાદેવ મંદિર પાસે ઊભું કરવામાં આવ્યું હતું. આ સ્મારકનો શિલાલેખ સમારકામ કરતા અનાયાસ દૂર થયેલ છે. ઉપરોક્ત સંદર્ભે મહાત્મા ગાંધી દ્વારકા સાથે જોડાયેલ હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial