Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આત્મઘાતી હુમલા પછી વળતો પ્રહાર
અંકારા તા.ર ઃ તુર્કીએ આત્મઘાતી હુમલા પછી વળતો પ્રહાર કરીને ઈરાકમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી છે અને ર૦ જેટલા સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બવર્ષા કરી છે.
સરકારી ઈમારત પાસે થયેલા આત્મઘાતી હુમલા બાદ તુર્કીએ તેની જવાબદારી લેનાર સંગઠનના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. યુદ્ધ વિમાનોએ ઉત્તરી ઈરાકમાં ર૦ થી વધુ શંકાસ્પદ લક્ષ્યો પર બોમ્બમારો કર્યો હતો. આત્મઘાતી હુમલાની જવાબદારી કુર્દિશ વિદ્રોહી સંગઠન કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી અથવા પીકેકેએ લીધી હતી.
તુર્કી આ સંગઠનને આતંકવાદી સંગઠન માને છે. હુમલા બાદ કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં પીકેકે ગુફાઓ, આશ્રયસ્થાનો અને ડેપોનો નાશ કરવામાં આવ્યો હતો. આ પહેલા એક આત્મઘાતી બોમ્બરે આતંરિક બાબતોના મંત્રાલયના એન્ટ્રી પોઈન્ટ પાસે વિસ્ફોટકોથી હુમલો કર્યો હતો. તુર્કીના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ત્યાં આતંકવાદીઓ હતા, જેમાંથી એકે પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો અને બીજાને ત્યાં હાજર સુરક્ષા દળોએ માર્યો હતો. હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
પીકેકેએ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી હતી. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને જણાવ્યું હતું કે અંકારા બોમ્બ ધડાકા કરનારા હુમલાખોરો નાગરિકોની શાંતિ અને સુરક્ષાને જોખમમમાં મુકવાના તેમના નવીનતમ પ્રયાસોના નિષ્ફળ ગયા હતાં. જેઓ નાગરિકોની શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે તેઓ તેમા લક્ષ્યને હાંસલ કરી શકયા નથી અને તેઓ કયારેય કરી શકશે નહીં.
તુર્કી સીરિયા સ્થિત વાયપીજીને પીકેકેના વિસ્તરણ તરીકે જુએ છે, જેને તુર્કી, યુએસ અને યુરોપિયન યુનિયન દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. પીકેકે ૧૯૮૪ થી તુર્કી વિરૃદ્ધ બળવો ચલાવી રહ્યું છે. તેના સંઘર્ષમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. ગયા વર્ષે ઈસ્તાંબુલમાં આત્મઘાતી હુમલામાં બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા હતાં. જ્યારે ૮૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. તુર્કીએ આ માટે વાયપીજી અને પીકેકેને જવાબદાર ઠેરવ્યા હતાં.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રવિવારના હુમલા, પહેલા, આતંકવાદીઓએ અંકારાથી ૩૦૦ કિલોમીટર દૂર એક વાહનને હાઈજેક કર્યું હતું. જેનો ઉપયોગ કરીને તેઓ અંકારામાં સરકારી બિલ્ડીંગની નજીક પહોંચ્યા હતાં. તેઓએ વાહનના ચાલકને ગોળી મારી અને તેની લાશને ખાડામાં ફેંકી દીધી. તેઓએ સરકારી ઈમારતની નજીક હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તુર્કીના રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર તેઓ નિષ્ફળ રહ્યા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial