Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરની લાખોટા નેચર ક્લબ દ્વારા
જામનગર તા. રઃ જામનગરમાં વર્ષોથી લાખોટા નેચર ક્લબ પર્યાવરણ, પક્ષી અને પ્રકૃતિ માટે સતત કાર્યશીલ સંસ્થા છે. આગામી ર ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર સુધી યોજાનાર વન્યજીવન પ્રાણી સપ્તાહમાં લાખોટા નેચરલ ક્લબ દ્વારા અનેકવિધ પર્યાવરણ અને જનજાગૃતિની પ્રવૃત્તિ સાથે આ વીકની ઉજવણી કરવામાં આવશે.
વન્યજીવન પ્રાણી સપ્તાહની ઉજવણી પ્રસંગે લાખોટા નેચર ક્લબ દ્વારા સપડા ગણપતિ મંદિર પાસે સ્વચ્છતા અભિયાન, ક્વિઝ કોમ્પિટિશન, વૃક્ષારોપણ, તળાવની પાળે પક્ષી દર્શન, ચકલીઓને બચાવવા માટે ચકલીના માળાનું વિતરણ, બેરાજા ગામે વૃક્ષારોપણ તેમજ શહેરમાં ઝાડ પર લગાડવામાં આવેલા જાહેરાતના બોર્ડ અને ઝાડને નુક્સાન કરતા જુના ટ્રીગાર્ડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ રીતે પર્યાવરણ અને પ્રકૃતિને મદદરૃપ થવાના અનેક કાર્યક્રમો વન્યજીવન પ્રાણી સપ્તાહ દરમિયાન કરવામાં આવનાર છે. વધુ વિગત માટે સંસ્થાના ઉપપ્રમુખ સૂરજભાઈ જોષી (મો. ૭પ૭૪૮ ૪૦૧૯૯) અને મંત્રી ભાવિકભાઈ પારેખ (મો. ૮૬૯૦૦ ૬૦૦૦૩) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial