Advertisement
Author: નોબત સમાચાર

ગાંધી જયંતી-લાલબહાદુર શાસ્ત્રીજીના જન્મદિને દિલ્હીમાં દિગ્ગજો દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અપાઈ

ગઈકાલે દેશવ્યાપી સ્વચ્છતા એ જ સેવા અભિયાનમાં ઠેર-ઠેર જોડાયા રાષ્ટ્રીય નેતાઓઃ શ્રમ દાનઃ સામૂહિક સફાઈ

નવી દિલ્હી તા. રઃ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી છે, ત્યારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તથા રાજકીય પક્ષોના નેતાઓએ તેઓને શ્રદ્ધાંજલિ અર્પી છે, તે ઉપરાંત ગઈકાલે યોજાયેલા દેશવ્યાપી 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાન દરમિયાન રાષ્ટ્રીય નેતાઓએ સફાઈ કરી હતી.

આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૪ મી જન્મ જયંતી અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની ૧૧૯ મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધી પરિવાર અને અન્ય નેતાઓ પણ આજે રાજઘાટ પહોંચી રહ્યા છે.

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી હોવાથી અનેક દિગ્ગજો તેમને યાદ કરી રહ્યા છે. લાલબહાદુર શાસ્ત્રીજીની સાદગી, રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ અને 'જય જવાન, જય કિસાન'નું પ્રતિકાત્મક આહ્વાન આજે પણ યુવા પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિમાટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. આપણે હંમેશાં મજબૂત ભારત માટે તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરીએ, તેવો સંદેશ પણ વહેતો કરાયો છે.

ગઈકાલે તા. ૧ ઓકટોબરના સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટનેસ ટ્રેનર અંકિત બૈયનપુરિયા સાથે મળીને શ્રમદાન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર અંકિત બૈયનપુરિયા સાથે વાતચીત કરતા ૪ મિનિટ ૪૧ સેકન્ડનો વીડિયો ઘણ શેર કર્યો હતો. જેમાં તેઓ સ્વચ્છ અને સ્વસ્થ ભારતનો સંદેશ આપી રહ્યા હતાં. સપ્ટેમ્બરના મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને ૧ ઓક્ટોબરના સવારે ૧૦ વાગ્યાથી એક કાલક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી.

ગઈકાલે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન માટે ૬.૪ લાખ સ્થળોની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રિય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પૂરીએ શુક્રવારે કહ્યું હતું કે, સ્વચ્છતા પખવાડિયાની થીમ કચરા મુક્ત ભારત છે. શ્રમદાન માટે દેશભરમાં ૬.૪ લાખથી વધુ સાઈટ પસંદ કરવામાં આવી હતી. જેમાં ૩પ હજાર આંગણવાડીઓ, રર હજાર બજારો, ૭ હજાર બસ સ્ટેન્ડ, ૧ હજાર ગાય આશ્રય સ્થાનો અને ૩૦૦ પ્રાણી સંગ્રહાલયનો સમાવેશ હતો.

આ ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તથા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં લોકસભા સ્પીકરે રાજસ્થાનના કોટામાં, યુ.પી.ના મુખ્યમંત્રીએ સીતાપુરમાં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ મુંબઈમાં અને રવિશંકર પ્રસાદે બિહારમાં શ્રમદાન કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh