Advertisement
Author: નોબત સમાચાર

આજે ઓખાથી એર્નાકુલમ જતી ટ્રેન ૧પ કલાક ૪પ મિનિટ મોડી ઉપડશે

જામનગર તા. રઃ આજની ઓખા-અર્નાકુલમ્ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારીત સમય કરતા ૧પ કલાક ૪પ મિનિટ મોડી રવાના થશે.

પેરીંગ રેઈક ૧૯ કલાકથી વધુ મોડી આવવાના કારણે ઓખા-અર્નાકુલમ (ટ્રેન નં. ૧૬૩૩૭) રીશેડ્યુઅલ કરવામાં આવી છે. આ ટ્રેન તેના નિર્ધારીત સમય કરતા ૧પ કલાક ૪પ મિનિટ મોડી એટલે કે, સવારે ૬.૪પ કલાકના બદલે રાત્રે ૧૦.૩૦ કલાકે ઉપડશે.

ઓખા-જયપુર ટ્રેન હવેથી સુપરફાસ્ટ એક્સપ્રેસથી દોડશે

ઓખા-જયપુર સાપ્તાહિક ટ્રેનને આજથી સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે ચલાવામાં આવશે. ઉપરાંત આ ટ્રેનનો નંબર પણ બદલાયો છે. ટ્રેન નં. ૧૯પ૭૩/૭૪, ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેન આજે તારીખ બીજી ઓક્ટોબરથી ર૭૯પ૧/પર નંબરથી ઓળખાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh