Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાવર્ગોમાં હાર્ટ એટેકના વધતા બનાવોથી ચિંતિત
અમદાવાદ તા. રઃ ગુજરાતમાં ગરબાના આયોજનોના સ્થળે મેડિકલ ટીમો, પોલીસ, ૧૦૮, ઈમરજન્સી ટ્રીટમેન્ટની વ્યવસ્થા માટેની ટીમો આયોજકો દ્વારા તૈનાત કરાશે. યુવાવર્ગમાં વધી રહેલા હાર્ટએટેકના બનાવોને ધ્યાને લઈને આ વ્યવસ્થા કરાઈ છે.
ગુજરાતમાં ગરબા આયોજનમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પોલીસ સાથે તબીબોની ટીમ પણ ગ્રાઉન્ડમાં હાજર રહેશે. હાર્ટ એટેકના વધતા કિસ્સાને લઈ આયોજકોની વ્યવસ્થા રહેશે. તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આયોજકોએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે. તેમજ યુવાનોમાં વધતા હાર્ટએટેકને લઈને તમામ ચિંતિત છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નવરાત્રિ મહોત્સવના મામલે ખોડલધામના બેનર હેઠળ ૩પ જગ્યાએ આયોજન થશે. જેમાં અર્વાચીન રાસોત્સવનું આયોજન થશે. તેમજ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આયોજન થશે. ત્યારે આયોજન સ્થળે મેડિકલ ઈમરજન્સી ટીમ અને ૧૦૮ સ્ટેન્ડ બાય રાખવા પ્રયત્નો શરૃ કરવામાં આવ્યા છે. ખેલૈયાઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ખોડલધામ ચિંતિત છે. કોઈ પણ અજુગતા બનાવ અટકાવવા ખોડલધામ પ્રયત્નશીલ છે તેમ હસમુખ લુણાગરિયાએ જણાવ્યું છે.
વડોદરા અને અમદાવાદમાં ગરબા આયોજકો દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓને હાર્ટ એટેકથી રક્ષણ આપવા માટે આયોજકો દ્વારા ખાસ આયોજન કરાયું છે. જે મુજબ ગરબા આયોજકો મેદાનમાં જ મીની હોસ્પિટલની સુવિધા ઊભી કરશે. ખેલૈયાઓ સાથે ડોકટરોની ટીમો પણ ગરબા ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે. ગુજરાતના અલગ-અલગ ત્રણ જિલ્લામાં બનેલી ઘટનાઓએ ઘણાં ગરબારસિકોને હચમચાવી નાખ્યા છે. વાસ્તવમાં નવરાત્રિ પહેલા જ ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે યુવાઓમાં હાર્ટએકેટના કિસ્સાઓ વધતા ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial