Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામનગરમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના હોદ્દેદારો તથા માધ્યમિક શાળાના પટાવાળા સાથેના શહેરમાં ચર્ચાસ્પદ બનેલા વિવાદનો મુસ્લિમ સમાજના અગ્રણી, વિરોધ પક્ષના પૂર્વ નેતા અને આગેવાનોની મધ્યસ્થિથી સમાધાન થતા અંત આવ્યો છે. આ તકે પટ્ટણી અને મેમણ જમાતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જુમા મસ્જિદ માધ્યમિક શાળાના પટાવાળા મહંમદ યુસુફ અબ્દુલ કરીમ પંજા દ્વારા જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના હોદ્દેદારો પ્રમુખ હાજી અબ્દુલ રશીદ, સેક્રેટરી શખ દસ્તગીર તેમજ ટ્રસ્ટી મુસ્તાકભાઈ ખફી અને અખ્તરહુશેન મુન્નાભાઈ બાદશાહ સામે દાખલ કરેલ ફરિયાદમાં વધારાની કલમો દાખલ કરવા કોર્ટ સમક્ષ દાખલ કરેલ અરજી મહંમદ યુસુફ પંજા દ્વારા સ્વૈચ્છિક રાજીખુશીથી બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થતા કોર્ટમાંથી અરજી પરત ખેંચી છે.
જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર ૧ર ના કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીના માર્ગદર્શન હેઠળ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના લીગલ એડવાઈઝર વકીલ હાજી હસનભાઈ ભંડેરી તેમજ એડવોકેટ રફિકભાઈ મકવાણા તેમજ એડવોકેટ જયેન્દ્રસિંહ ઝાલા વગેરેની ઉપસ્થિતમાં સુખદ આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવેલ છે.
સમાધાનના આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી અને મનપા પૂર્વ વિરોધ પક્ષના નેતા તેમજ નગરસેવક અલ્તાફભાઈ ખફીના બંગલાવાળી નિવાસસ્થાને તમામ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટીઓ તેમજ માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ તેમજ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ અને કર્મચારી પટાવાળા યુસુફભાઈ પંજા, પટ્ટણી સમાજના મુખ્તારભાઈ કુરેશી તેમજ પટ્ટણી અને મેમણ સમાજના આગેવાનો સહિત મુસ્લિમ સમાજના અન્ય આગેવાનોની હાજરીમાં આ સમાધાન કરવામાં આવ્યું હતું અને આ પ્રકરણનો અહીં અંત આવ્યો છે.
આ સમાધાન વખતે મેમણ સમાજના પ્રમુખ રાજુભાઈ સુડીવાલા, મેમણ સમાજના આગેવાનો હાજી આમદ ફૂલવડી, ઈકબાલભાઈ, એડવોકેટ શ્રી સત્ય, જમીરભાઈ, પટ્ટણી સમાજના આગેવાનોમાં હાજી રજાકભાઈ ચૌહાણ, જાહિદ પંજા, સલીમભાઈ ખીલજી (દિલ્લી દરબારવાળા), ઈસતીઆકભાઈ કુરેશી, મુખ્તારભાઈ પટ્ટણી, અયાજભાઈ બેલીમ, અકીલ પંજા, હાસમભાઈ બેલીમ, રફિકભાઈ બેલીમ (મૌલાના), અબ્દુલગનીભાઈ બેલીમ, અખ્તરભાઈ ચૌહાણ, અનવરભાઈ કુરેશી, મહોમદ ઈકબાલ કુરેશી (સદામ રેસ્ટોરન્ટ), નજીરભાઈ પટેલ, સીદી સમાજના પ્રમુખ ઈબ્રાહીમભાઈ મુરીમા, વકીલ હાજી હસનભાઈ ભંડેરી, મતવા મસ્જિદના ઈમામ ગુલઝારભાઈ ખીરા, મકબુલભાઈ શોરા, શહેર કોંગ્રેસ મહામંત્રી સાજીદ બ્લોચ સહિત જુમ્મ મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં.
મુસ્લિમ પટ્ટણી જમાત-જામનગર દ્વારા સમાધાન અંગે ખુલાસો
જામનગરના સુન્ની મુસ્લિમ પટ્ટણી સમાજના સેક્રેટરી પંજા મ. યુનુસ, અ. કરીમભાઈ ને જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ, ટ્રસ્ટીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જે અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. તે બાબતે થયેલ સમાધાનમાં સમાજના કોઈ આગેવાનો હાજર નહતાં તેવો ખુલાસો મુસ્લિમ પટ્ટણી જમાત જામનગરની યાદીમાં જણાવાયું છે.
ગત્ તા. ૩૦-૯-ર૦ર૩ ના સમાધાન થયું હતું ત્યારે પટ્ટણી સમાજે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આ સમાધાનથી સમાજને કોઈ વાંધો નથી, પરંતુ તેમાં પટ્ટણી સમાજનો ઉલ્લેખ કરાયો છે, પરંતુ આ સમાધાનમાં પટ્ટણી સમાજના આગેવાનો ઉપસ્થિત હતાં. સમાજના આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર પોતાના અંગત કારણોસર પંજા મ. યુસુફભાઈએ સમાધાન કર્યું છે.
એવું જાહેર કરાયું છે કે, સમાધાનમાં પટ્ટણી સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં, પરંતુ હકીકતે કોઈ આગેવાનો હાજર ન હતાં અને જે ખોટા નામ આપવામાં આવ્યા છે. તેનો અમો સખ્ત વિરોધ કરીએ છીએ.
ગત્ તા. ૧-૧૦-ર૦ર૩ ના સમાજની મળેલી સામાન્ય સભામાં એવો નિર્ણય લેવાયો હતો કે, પટ્ટણી સમાજના સેક્રેટરી પંજા મ. યુસુફ, અ. કરીમ અને પટ્ટણી સમાજના સભ્ય પંજા જાહિદ યુસુફભાઈને સર્વાનુમત્તે બરતરફ કરવામાં આવે છે. આજીવન તેઓ ક્યારેય સમાજમાં કોઈપણ હોદ્દેદાર તરીકે નિયુક્ત થઈ શકે નહીં તેવો ઠરાવ કરાયો છે.
હવે પછી પંજા યુસુફ અને પંજા જાહિદ બન્ને વ્યક્તિઓ સાથે કરેલ વ્યવહાર પોતાનો અંગત રહેશે. તેમાં સુન્ની મુસ્લિમ પટ્ટણી સમાજની કોઈ પણ જાતની જવાબદારી રહેશે નહીં તેમ જોઈન્ટ સેક્રેટરી હનિફ અબ્દુલ કરીમે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial