Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશિક મહેતા લીખિતઃ
જામનગર તા. રઃ નગરની જાણીતી સમર્પણ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વાસ્તાભાઈ કેશવાલાના જીવન પર ફુલછાબના પૂર્વ તંત્રી કૌશીકભાઈ મહેતા દ્વારા 'દીન દુઃખીયાના વ્હાલા, વાસ્તાભાઈ કેશવાલા'ના નામથી પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેનું વિમોચન ગઈકાલે પ નવતન પૂરીધામ ખીજડા મંદિરના મહંત શ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામી લક્ષ્મણદેવજી મહારાજ, ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશીકભાઈ મહેતા, દ્વારા ભાયાભાઈ કેશવાલા તથા વાસ્તાભાઈ કેશવાલાની ઉપસ્થિતીમાં ખીજડા મંદિરના પટાંગતમાં નગરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. હિમાંશુભાઈ પાઢ, તથા ડો. જોગીન જોષીએ કર્યું હતું.
જામનગરના કબીર આશ્રમ દ્વારા સંચાલિત સમર્પણ હોસ્પિટલ જેનું સંચાલન વાસ્તાભાઈ કેશવાલા કરી રહ્યા છે. વાસ્તાભાઈ કેશવાલાનું નામ જામનગર માટે અજાણ્યું નથી, એમના જીવન કવન પર લખાયેલં આ પુસ્તક સમાજ માટે પ્રેરણારૃપ બને એવું છે.
પોરબંદ જિલ્લામાંથી એમના પરિવારનું જામનગર આવવું અને ખેતી કરવી. એમાં ય ખાસ કરીને ચીકોરીની ખેતી કરવી એ કે જેમાંથી કોફી બને છે. ખેતી કસદાર નથી અને એમાં વળતર નથી એવી ફરિયાદો કરનારે વાસ્તાભાઈને એકવાર જરૃર મળવું જોઈએ. ચીકોરીથી માંડી ચંદન સુધીની ખેતી એ કરી જાણ છે. પણ એમેને હ્યદયની નજીક તો છે જામનગરનાં કબીર ધામ સંચાલીત સમર્પણ હોસ્પિટલ, કબીર પંથ સાથે આ પરિવારનો અનોખો નાતો છે. અને આજે જામનગર અને આસપાસના બે જીલ્લાના ગરીબો માટે સમર્પણ હોસ્પિટલ આશીર્વાદ છે. અહીં સસ્તા દરે ગરીબોની સારવાર થાય છે અને સામાન્ય દર પણ પરવડે નહીં એવા ગરીબોને વાસ્તાભાઈ વ્યક્તિગત રીતે મદદરૃપ થાય છે. હોસ્પિટલમાં અત્યાધુનિક સાધન-મશીન છે એ માટે વાસ્તાભાઈના પરિવારે ખાસ્સુ આર્થિક યોગદાન આપ્યું છે.
જામનગરના કબીર આશ્રમની પ્રવૃત્તિ જગજાણીતી છે. અનેક સેવાકીય કાર્યાે થાય છે. આ જગ્યાના મહંત શાંતિદાસજી અને રામચરણદાસજીનાં આશીર્વાદ વાસ્તાભાઈ અને એમના પિતા જેઠાભાઈ કેશવાલા પર રહ્યા છે. જામનગરના કબીર આશ્રમ અને એના આ મહંત વિષે પણ આ પુસ્તકમાં સવિસ્તાર માહિતી છે. વાસ્તાભાઈ દ્વારા કબીર આશ્રમ થકી અને એમના પરિવારીક ટ્રસ્ટ તરફથી પણ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial