Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત
ખંભાળીયા તા. રઃ વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવાઈ રહેલા સેવા પખવાડિયા અંતર્ગત સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા ખંભાળીયામાં સ્વ. હેમતભાઈ રામભાઈ મેમોરીયલ ટ્રસ્ટ તથા શિવાની ફાઉન્ડેશન પ્રાયોજિત નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૬ હજાર જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
ખંભાળીયામાં એસએનડીટી શાળામાં યોજાયેલા આ સર્વ રોગ નિદાન કેમ્પમાં સવારથી જ કતારો લાગી હતી. તથા તેમાં સ્ત્રી રોગ વિભાગ, આંખ વિભાગ, ફીઝીશ્યન વિભાગ, હાડકાના રોગોના વિભાગ, ચામડી, આંખ, કાન-નાક, ગળાના રોગોનો વિભાગ, બાળ રોગ તથા જનરલ સર્જન સહિત નવ વિભાગો હતા. પ્રથમ રજીસ્ટ્રેશન થાય તે પછી દરેક વોર્ડમાં તબીબો તથા સ્ટાફ દ્વારા તપાસણી તથા સ્થળ પર જ દવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજ સુધીમાં ૬ હજાર ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. આંખના વિભાગમાં નંબર કાઢી આપવાની સાથે ચશ્મા પણ અપાતા હતાં. મોટી સંખ્યામાં સ્વયંસેવકો સાથે પાણી, ચા તથા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં આગેવાનો દ્વારા સાંસદ પૂનમબેન માડમનું સન્માન થયું હતું. સાંસદે જણાવેલ કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને ભાજપે યોજેલા સેવા પખવાડીયા અંતર્ગત આ લોકોની સુખાકારી માટેનો તેમનો પ્રયાસ છે. કેમ્પ સફળ બનાવવા લોકો-કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિ.પં. પ્રમુખના પ્રતિનિધિ શક્તિસિંહ જાડેજા, ઉપપ્રમુખ અનિલભાઈ ચાવડા, કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારીયા, પૂર્વ જિ.પં. ઉપપ્રમુખ હરીભાઈ વાલજી નકુમ, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, અગ્રણી ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), પૂર્વ જિ.પં. પ્રમુખ પાલભાઈ કરમુર, ધીરેનભાઈ બદીયાણી, સંસ્કાર એજ્યું.ના ટ્રસ્ટી પરાગભાઈ બરછા, અરૃણભાઈ મજીઠીયા, ઘેલુભા જાડેજા, કરણાભાઈ સીદાભાઈ વાઢીયા, ભરતભાઈ ચાવડા, ભરતભાઈ ગોઝીયા, યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, મનસુખભાઈ મોટાણી, હિતેશભાઈ ગોકાણી, અનિલભાઈ તન્ના, મશરીભાઈ નંદાણીયા, જગુભાઈ રાયચુરા, હિતેશભાઈ પીંડારીયા, સવદાસભાઈ કરમુર, ખીમભાઈ ભોચીયા, કિરણભાઈ કાંબરીયા, જયંતભાઈ કંસારા, વીરપાર ગઢવી, ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણઝારીયા, યોગેશભાઈ મોટાણી ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial