Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હેવાનિયત આચરનાર દુકાનદાર સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨ઃ દ્વારકામાં પરચૂરણ સામાનની દુકાન ચલાવતા એક શખ્સે પોતાની દુકાને ખરીદી કરવા આવેલી એક તરૃણીને નવા ચપ્પલ લેવા પોતાના ઘરમાં જવાનંુ કહી તેણી પર નિર્લજ્જ હુમલો કર્યાે હતો અને અણછાજતા અડપલાં કર્યા હતા. તે તરૃણીએ પોતાની માતાને તેની વાત કર્યા પછી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આ શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
દ્વારકા શહેરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની સગીર વયની એક પુત્રી દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં ફૂલવાડી નજીક શબ્બીર ચોકમાં વસવાટ કરતા ઈશાક ઓસમાણ નામના શખ્સની પરચૂરણ સામાનની દુકાને બુધવારે ગઈ હતી.
તે દુકાનમાં ઈનામમાં નીકળે તેવા ફટાકડા મેળવવાની લાલચ રાખી તે સગીરા દુકાને પહોંચ્યા પછી ઈશાકે તે તરૃણી પર કુદ્રષ્ટિ કરી હતી. આ હરામખોરે તે બાળકીને પોતાના ઘરમાં નવા ચપ્પલ લેવા માટે જવાનું કહ્યું હતું. આ શખ્સના નાપાક ઈરાદાને ઓળખી નહીં શકેલી તે તરૃણી તેના ઘરમાં જતા જ ઈશાકે તેની પાછળ પાછળ ઘરમાં જઈ પોતાનું પેન્ટ ઉતારી નાખી તરૃણીને પણ કપડા કાઢવા માટે કહ્યું હતું પરંતુ તે તરૃણીએ તેમ કરવાની ના પાડતા આ શખ્સે બીભત્સ અડપલાં કરી ચીટલા ભર્યા હતા. ત્યાંથી નીકળી જઈ પોતાના ઘેર પહોંચેલી તરૃણીએ માતાને વાત કરી હતી.
ત્યારપછી દ્વારકા પોલીસ મથકે દોડી આવેલા તરૃણીના વાલીએ પીઆઈ જે.જે. ચૌહાણ સમક્ષ ઉપરોક્ત બાબત વર્ણવ્યા પછી પોલીસે આઈપીસી ૩૫૪ (બી) તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઈશાક ઓસમાણની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial