Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તબીબો તથા સ્ટાફને દબાવવા પ્રયત્ન કરાતા હોવાની રાવઃ
સલાયા તા.૧૦ ઃ સલાયાની રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો તથા સ્ટાફને દબાવવાના પ્રયત્નરૃપે એક વ્યક્તિએ સારવારનું વીડિયો રેકોર્ડીંગ કરી વાયરલ કરતા સ્ટાફે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કર્યા પછી આ બાબતે યોગ્ય કરવા પોલીસમાં અરજી કરવામાં આવી છે.
સલાયા રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ટન્ડ દ્વારા સલાયા મરીન પોલીસ ઈન્સપેક્ટરને સંબોધી લેખિતમાં અરજી કરી છે. જેમાં જણાવ્યા અનુસાર તા.૭-૬-૨૩ના રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યા આસપાસ સરકારી હોસ્પિટલમાં નફીસાબેન ભગાડ નામના દર્દીને ઉલ્ટી થતાં તેઓ સારવાર લેવા ગયા હતા.
તેણીની સારવાર ડોક્ટર તથા સ્ટાફ દ્વારા ૩થી ૪ મિનિટમાં આટોપી લેવાઈ હતી અને દવા, ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. તેમજ વધુ તકલીફ થાય તો ખંભાળિયા જવું પડશે તેમ કહી રીફર નોટ બનાવી આપી હતી પરંતુ દર્દીના સગાએ બાટલો ચડાવવાનું કહેતા તબીબ દ્વારા બીપી વધુ હોય બાટલો ચડાવી શકાય નહીં તેમ જણાવ્યું હતું.
આમ તમામ સારવાર આપવા છતાં દર્દીના સગા ઝઘડો કરતા હતા તેમજ એક સગા કે જેઓ અવારનવાર હોસ્પિટલમાં આવી ઝઘડો કરે છે તેઓએ વીડિયો ઉતારવાનું શરૃ કર્યું હતું. ત્યારપછી તે વીડિયો વાયરલ કરી ડોક્ટરો તથા સ્ટાફને બદનામ કરવાનો પ્રયત્ન કરતા પરેશાન થતાં ડોક્ટરો તેમજ સ્ટાફે હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજૂઆત કરી હતી.
વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ પોતે ડોક્ટર ન હોવા છતાં દર્દીને બાટલો ચડાવવા અને અન્ય સારવાર કરાવવા દબાણ કરતા હોય, તબીબી અધિક્ષકે આવા વ્યક્તિ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવા પોલીસને અરજી પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial