Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાવાઝોડું વારંવાર દિશા બદલતું હોવાથી ખતરો યથાવતઃ જખૌ પર જોખમ...?
૫ોરબંદર / અમદાવાદ/ભૂજ તા. ૧૦ઃ બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી ૬૪૦ કિ.મી. દૂર છે, અને વારંવાર દિશા બદલતું હોવાથી ખતરો યથાવત છે. જખૌ પર જોખમ હોવાના અહેવાલો ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તેજ પવન સાથે ભારે વરસાદની સંભાવના દર્શાવાઈ રહી છે.
અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત 'બિ૫ોરજોય' ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજયના તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસચૂક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે.
વાવાઝોડું દક્ષિણ, પશ્ચિમ પોરબંદરથી ૬૪૦ કિ.મી. દૂર છે. હવે ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે. વાવાઝોડું ગુજરાતને ઘસરકો કરશે પણ, જખૌ પર જોખમ હજુ પણ છે. આગામી ત્રણ દિવસ ૧૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. ત્યારે દેશના પશ્ચિમી રાજયો માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે હવે 'બિપરજોય' પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અતાયરે વાવાઝોડું દક્ષિણ - પશ્ચિમ પોરબંદરથી ૬૪૦ કિ.મી. દૂર છે. હવે ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતા કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આગામી તારીખ ૧૧ થી ૧૪ જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદથી શક્યતા જોવા મળી રહી છે.
જૂનાગઢના ગીરનારમાં વાતાવરણમાં પલટો આવતા અને ભારે પવન ફૂંકાતા ટોપ-વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ દૂર દૂરથી ભવનાથમાં આવતા હોય છે તેમજ રોપ-વેની સફર કરતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે ભારે પવન ફૂંકાતા રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસી વિકી જાદવે જણાવ્યું હતું કે, અમે લોકો પરિવાર સાથે ગુજરાતમાં ફરવા માટે આવ્યા હતાં, ત્યારે ભવનાથમાં વાવાઝોડાની શક્યતા તેમજ ભારે પવન ફૂંકાતા રોપ-વે બંધ રાખવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં આજે પણ બે નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે અને સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર સતત એલર્ટ મોડમાં છે. રાજુલા પ્રાંત અધિકારી, બે મામલતદાર, ટીડીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પીપાવાવ પોર્ટ જેટી પર પહોચ્યા હતાં. શિયાળબેટ આસપાસ દરિયાની સ્થિતિ અંગે વિઝિટ કરી હતી. દરિયામાં કરંટ વધી રહ્યો છે, ત્યારે શિયાળ બેટ ગામ સમુદ્રના ટાપુ પર આવેલું ગામ છે જેના કારણે તંત્ર સીધી નજર રાખી રહ્યું છે. ઉપરાંત પીપાવાવ પોર્ટ પણ દરિયા કાઠે આવેલું છે, જેથી તંત્રનો મોટો કાફલો આજે દરિયા કાંઠે જોવા મળી રહ્યો છે.
ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે, ત્યારે ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પોરબંદરથી લઈ જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, દરિયા કાઠે વિમાન મારફતે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. માછીમારો માછીમારી ન કરે તે માટે તમામ ગતિવિધિ ઉપર ખાનગી રાહે નજર રાખી રહ્યા છે.
જામનગર જિલ્લાના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત્ રાખવામાં આવ્યું છે અને લોકોને સલામત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. તૈયારીઓના ભાગરૃપે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. જો જરૃર પડી તો હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવશે એવું જિલ્લા કલેક્ટરે ગઈકાલે જણાવ્યું હતું.
પાંચ દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. આ સાથે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ ગુજરાતના હવામાન અંગે અનુમાન કરતા જણાવ્યું કે, આજથી સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. અહીં વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે. આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત અને દક્ષિણના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી રહેશે. તેઓ દરિયો નહીં ખેડી શકે. તેમણે એમ પણ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડાને કારણે પવન દિશા બદલાતા વરસાદી માહોલ સર્જાઈ શકે છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. અમદાવાદમાં છૂટોછવાયો વારસાદ થવાની આગાહી કરવામાં આવી છે. બે દિવસ પછી તાપમાનમાં ર ડીગ્રી જેટલો ઘટાડો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial