Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં આવતીકાલ તા. ૧૧-૬-ર૦ર૩ થી પાબારી ન્યૂરોસાઈકિયાટ્રી અને ડી-એડીશન સેન્ટરનો આરંભ થઈ રહ્યો છે. આ સેન્ટરમાં ઉપલબ્ધ સારવાર અને સુવિધાઓ અંગે હોસ્પિટલના સંચાલક ડો. રવિ એન. પાબારીએ વિસ્તૃત જાણકારી આપી હતી.
અત્યારના આધુનિક સમયમાં માનસિક આરોગ્યની મહત્ત્વતા જરૃરી છે. શારીરિક સ્વસ્થતાનો પ્રથમ પાયો માનસિક સ્વસ્થતા છે. 'સ્વસ્થ મન, સ્વસ્થ તન, સ્વસ્થ સમાજ, સ્વસ્થ દેશ' આ નારાને યાર્થાથ કરવા 'પાબારી ન્યૂરોસાઈકિયાટ્રી હોસ્પિટલ અને ડી-એડિક્શન સેન્ટર'નો પ્રારંભ કરવામાં આવી રહ્ય છે.
આ સેન્ટરમાં (૧) માનસિક રોગોઃ ઉદાશી, ચિંતા રોગ, વિચાર વાયુ, ઉન્માદ, દ્વિધુવીય બીમારી, ધૂન રોગ, ડર-ભય, મનોશારીરિક રોગ, મનોજાતિય રોગ, (ર) વ્યસનમુક્તિઃ દારૃ, ગાંજો, ચરસ, અફીણ, બ્રાઉનસુગર, તમાકુ અન્ય પદાર્થ, (૩) મગજના રોગોઃ માથાનો દુઃખાવો, આદ્યાશીશી, માથું ભારે રહેવું, યાદશક્તિની નબળાઈ, આંચકી અન્ય (૪) બાળ માનસિક રોગોઃ મંદબુદ્ધિ, ભણવામાં નબળો, અંગુઠો ચૂસવો, ચોરી કરવી, પથારીમાં પેશાબ, સ્કૂલે જતા ડર લાગવો, ધૂળ-માટી ખાવી તેમજ હોસ્પિટલની સુવિધાઓ જેવી કે ર૪ કલાક ઈમજરન્સી સારવાર, ઈ.ઈ.જી. એન્ડ પોલીસોમ્નોગ્રાફી, ઈ.સી.ટી. સાયકોલોજિકલ ટેસ્ટીંગ, સેક્સ એજ્યુકેશન, સાયકો થેરાપી, સીબીટી, કપલ થેરાપી, એપીલેપ્સી ક્લિનિક, કાઉન્સેલીંગની સુવિધા ઉપલબ્ધ છે.
ડો. રવિ એન. પાબારીએ ધો. ૧ર સાયન્સ પ્રવાહમાં જામનગરમાં ૮ મો નંબર મેળવ્યો હતો. જામનગરની પ્રતિષ્ઠિત એમ.પી. શાહ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડીગ્રી મેળવેલ અને મહારાષ્ટ્ર,મુંબઈની પ્રતિષ્ઠિત હોસ્પિટલ-મસીનાહોસ્પિટલથી ડી.પી.એમ.ની ડીગ્રી મેળવી છે. દરમિયાન તેઓએ સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
તેમના દાદા સ્વ. મોહનલાલ નારણદાસ પાબારી તથા તેમના પિતા સ્વ. નટવરલાલ મોહનલાલ પાબારી બારાડી-જામનગરના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર અને સેવા કાર્ય સાથે જોડાયેલ હોય, તેમના સેવાકાર્યને જીવંત રાખવા ડો. રવિ એન. પાબારીએ પ્રથમ નિદાન નિઃશુલ્ક રાખવાનો નિર્ણય કર્યો છે. વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે. એપોઈન્ટમેન્ટ માટે મો.નં. ૭૦૪૮૭ ૦૪૯૪૯ ઉપર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial