Advertisement
Author: નોબત સમાચાર

કેનેડા ૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓને ?હાલ તુરંત દેશનિકાલ નહીં કરે

નકલી એજન્ટોની છેતરપિંડીનો ભોગ બન્યા હતાં વિદ્યાર્થીઓ

ટોરોન્ટો તા. ૧૦ઃ કેનેડા સરકાર હાલતુરંત ૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ નહીં કરે. 'આપ'ના સાંસદને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ આવી છેતરપિંડીનો ભોગ બનેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત થઈ છે.

કેનેડામાં દેશનિકાલ અથવા બળજબરીથી પરત મોકલવાનો વિરોધ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળી છે. એવા અહેવાલ છે કે લવપ્રીતસિંહ નામના વિદ્યાર્થી વિરૃદ્ધ શરૃ કરવામાં આવેલી કાર્યવાહીને આગામી આદેશ સુધી મોકૂફ રાખવામાં આવી છે.

કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીએ સિંહને ૧૩ જૂન સુધીમાં કેનેડા છોડવાનો આદેશ આપ્યો હતો. ત્યારપછી ટોરોન્ટોમાં વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું શરૃ કર્યું હતું. તે સંદર્ભે આમ આદમી પાર્ટીના સાંસદ વિક્રમજીતસિંહ સાહનીએ ગઈકાલે કહ્યું કે, કેનેડાની સરકારે હાલ માટે ૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓના દેશનિકાલને રોકવાનો નિર્ણય લીધો છે.

બનાવટી દસ્તાવેજોના કારણે લગભગ ૭૦૦ વિદ્યાર્થીઓને દેશનિકાલની ધમકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તે સંદર્ભે સાહનીએ કહ્યું, અમે તેમને પત્ર લખીને સમજાવ્યું કે, આ વિદ્યાર્થીઓએ કોઈ છેતરપિંડી કરી નથી. તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે, કારણ કે કેટલાક અનધિકૃત એજન્ટોએ તેમને નકલી પ્રવેશ પત્રો અને ચૂકવણીની રસીદો આપી છે. વિઝા અરજીઓ ચકાસણી વગર કરવામાં આવી હતી, જ્યારે બાળકો ત્યાં પહોંચ્યા તો ઈમિગ્રેશને પણ તેમને આવવા દીધા હતાં. આ રીતે અમારા પ્રયત્નો અને ભારતીય હાઈકમાન્ડના હસ્તાક્ષેપ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh