Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીમાં લવજેહાદ જેવા કિસ્સાના પડઘા પડ્યા જામનગરમાંઃ
જામનગર તા. ૧૦ઃ દિલ્હીમાં વિધર્મી દ્વારા લવ જેહાદના ષડ્યંત્રમાં ફસાવી સાક્ષીની દુષ્કર્મ આચરી હત્યા કરી દેવાના બનાવના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા જામનગરના એમ્યુઝમેન્ટ પાર્કથી મૌન રેલી કાઢવામાં આવી હતી. જે શહેરના સત્યમ્ કોલોની રોડ, રોજી પેટ્રોલ પંપ, જનતા ફાટક, કામદાર કોલોની, ખંભાળિયા હાઈ-વે પર ખોડિયાર કોલોની થઈ પરત મેહુલનગર રોડ પરથી એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલી ચોકડીમાં સંપન્ન થઈ હતી.
આ મૌન રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યા સુબ્રમણ્યમ્ભાઈ પિલ્લે, મંત્રી ધર્મેશભાઈ ગોંડલિયા, સહમંત્રી હેમતસિંહ જાડેજા, જિલ્લા પ્રચાર-પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરિયા, ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલિયા ઉપરાંત બજરંગ દળના સંયોજક હિરેન ગઢા, સુરક્ષા સંયોજક ઝીલ બારાઈ, હેમાંશુ ગોસ્વામી, સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહી મૌન રેલીમાં મોબાઈલની ટોર્ચ અને મીણબત્તી સાથે આ ઘટનાને વખોડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને હત્યારાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માગણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial