Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૌરવ પુરસ્કારો માટે
ગાંધીનગર તા. ૧૦ઃ ગાંધીનગર ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારો માટે કલાકારોના નામની યાદી મંગાવવામાં આવી છે. વર્ષ ર૦ર૦-ર૧, ર૦ર૧-રર અને ર૦રર-ર૩ ના સમયગાળા માટે કલાકારોની પસંદગી કરવામાં આવશે.
ગૌરવ પુરસ્કાર માટે કલાકારોની ભલામણ લલિતકલા અકાદમીના ગૌરવ પુરસ્કૃત કલાકારો, લલિતકલા, અકાદમીના ભૂતપૂર્વ અધ્યક્ષો, સાંસદ સભ્યો, ધારાસભ્યો, યુનિવર્સિટીના કુલપતિઓ તેમજ કલાકારો જાતે પણ અરજી કરી શકશે. અરજીમાં કલાકારનું નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ, આઈડી પુરસ્કારનું ક્ષેત્ર, કલાના ક્ષેત્રમાં કરેલી પ્રમુખ પ્રદાનની વિગતો તેમજ આ બધાને સમર્થન આપતી તમામ વિગતો સાથે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ, સાદા કોરા કાગળ ઉપર રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી અથવા હાથોહાથ મળે તે રીતે મોકલવાની રહેશે. આ અરજી આગામી તા. ૧૦-૭ સુધીમાં સચિવશ્રી, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકર રાવળ, ભવન ભાઈકાકા હોલની સામે, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ ને મોકલી આપવાની રહેશે.
આ અગાઉ આ પુરસ્કાર સંદર્ભે દરખાસ્ત કરી હોય તેવા કલાકારો માટે પણ કે અરજી કરી શકાશે. ગૌરવ પુરસ્કારો માટે સક્ષમ સમિતિનો નિર્ણય આખરી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ચિત્રકલા, શિલ્પકલા અને છબિકલા ક્ષેત્રે વિશિષ્ટ અને ગણનાપાત્ર સેવાઓ પ્રદાન કરનાર અને ગુજરાતમાં સ્થાયી થયેલા હોય તેવા કલાકારોને ગૌરવ પુરસ્કારોથી સન્માનીત કરવામાં આવે છે. જેમાં તેઓને રૃા. પ૧ હજાર રોકડા પુરસ્કાર તથા શાલ અને તામ્રપત્રથી સન્માનીત કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial