Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હર અપના મુજપે ગર્વ કરતા હૈ, મૈને કમાઈ વો સફલતા હૈ
જામનગર તા. ૧૦ઃ જેને પોતાની મંઝીલ ખબર હોય એને માટે મુશ્કેલ સફર પણ સહજ થઈ જતું હોય છે. જામનગરની નંદ વિદ્યા નિકેતન હાઈસ્કૂલની વિદ્યાર્થીની રાધિકા વિશાલભાઈ બદિયાણીએ સીબીએસઈ બોર્ડની ધો. ૧૨ (કોમર્સ)ની પરીક્ષા ૮૦.૮% ગુણ સાથે ઉત્તીર્ણ કરી વાણિજ્ય પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ઝળહળતી કારકીર્દિ બનાવવાના લક્ષ્ય તરફ સફળ આગેકૂચ કરી છે.
રાધિકાના પિતા વિશાલભાઈ બદિયાણી એનર્જી કંપનીમાં અધિકારી છે તથા માતા હીનાબેન હાઉસવાઈફ છે. માતા-પિતા અને પરિવારની હૂંફ તથા શિક્ષકોના સચોટ માર્ગદર્શનથી ઊંચુ પરિણામ મેળવ્યું હોવાનું જણાવી પરિવારજનો તથા ગુરૂજનોનો રાધિકા ઋણ સ્વીકાર કરે છે. વાચન, ડ્રોઈંગનો શોખ ધરાવતી રાધિકાએ નિયમિત અભ્યાસ અને સ્માર્ટ વર્ક વડે શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. રાધિકા બી.બી.એ. કર્યા પછી એ.આઈ.સી.સી.એ અથવા એમ.બી.એ. કરવા પ્રતિબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial