Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બુધવારની રાત્રે બારી તોડી કરાયો હાથફેરોઃ
જામનગર તા.૧૦ ઃ જામનગરની શંકરટેકરીમાં આવેલી ગુજરાત શ્રમયોગી કલ્યાણ કેન્દ્રની ઓફિસમાં બુધવારની રાત્રિના સમયે ત્રાટકેલા કોઈ તસ્કરે કોમ્પ્યુટરના મોનીટર અને ડોંગલની ઉઠાંતરી કરી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી ગુજરાત શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર-રની કચેરીમાં ગયા બુધવારની સાંજથી લઈને ગુરૃવારની સવાર સુધીમાં કોઈ તસ્કરો ઘૂસી ગયા હતા. આ કચેરીની અગાસી પરથી ઉતરેલા તસ્કરોએ ઓફિસની બારી તોડી અંદર પ્રવેશ મેળવ્યા પછી ટેબલ પર રાખવામાં આવેલું કોમ્પ્યુટરનું મોનીટર, સીમકાર્ડ સાથેનું ડોંગલ ચોરી કરી લીધુ હતું. કચેરીના કર્મચારી દિલીપ એન. ચૌધરીએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૃા.૫૫૦૦ની મત્તા ચોરવા અંગે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૮૦, ૪૫૪, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial