Advertisement
Author: નોબત સમાચાર

સિંહપ્રેમીઓને સાવચેતી રાખવા તેમજ ગેરકાયદે લાયન શો માટે કડક પગલાંની અપીલ

સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: તાજેતરમાં રેવન્યુ વિસ્તારમાં બનેલી એક અત્યંત દુઃખદ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું છે કે, સિંહ-સિંહણના મેટિંગ અથવા ફીડિંગના સમયે માનવ હસ્તક્ષેપ કે પજવણીના કારણે જ આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની હોય છે. આના કારણે સિંહ બદનામ થાય છે. મૃતક યુવાન પ્રત્યે સંવેદના પ્રગટ કરતા તેમણે આ ઘટનાને સિંહના સંરક્ષણ માટે ચિંતાજનક ગણાવી છે. તેમણે વન વિભાગનો બચાવ કરતા સ્પષ્ટ કર્યું કે મુશ્કેલી નેશનલ પાર્કમાં નહીં, પણ રેવન્યુ વિસ્તારોમાં છે, જ્યાં વન વિભાગ દરેક જગ્યાએ પહોંચી ન શકે.

સિંહનું મેટિંગ પાંચ દિવસ સુધી લગાતાર આ ચાલતું હોય છે... ત્યાં ઊભા રહી અને એને મસ્તી કરવી કે એને ડિસ્ટર્બ કરવાથી આવા દુર્ભાગ્યપૂર્ણ બનાવ બની શકે છે. તેમણે તમામ સિંહપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા માટે હાર્દિક અપીલ કરી છે. ખાસ કરીને જ્યારે સિંહ મટિંગ પિરિયડમાં હોય કે સિંહણ પોતાના બચ્ચાઓ સાથે ફીડિંગ કરતી હોય, ત્યારે નજીક જવાનું કે કોઈપણ પ્રકારનો ચાળો કરવાનું જોખમ ક્યારેય ન લેવું જોઈએ.

પરિમલભાઈ નથવાણીએ ગ્રામ્ય વિસ્તારોમાં થતા ગેરકાયદેસર લાયન શો અને સિંહની રંજાડ સામે કડક શબ્દોમાં તાકીદ કરી છે. તેમણે સરકારને પણ આ બાબતે ગંભીરતાથી વિચારીને કડક કાનૂની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh