Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી વાદળોની આવન-જાવન યથાવતઃ
જામનગર તા. ૧૦: જામનગરમાં ફૂંકાયેલા ઝપાટાબંધ પવનના પગલે છેલ્લા ૨૪ કલાકમાં અડધા ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી નોંધાયું હતું. વરસાદી વાદળોની આવન-જાવન અને ગતિમાન પવનના કારણે ગરમીમાં ઘટાડો થયો હતો.
જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરા વચ્ચે મેઘરાજાની હાથતાળીથી પ્રજાજનો નિરાશ થયા છે. હાલારમાં જૂન મહિનો કોરો ગયા પછી જુલાઈ માસ પણ જ્યારે તેના મધ્યાંતર તરફ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે હજુ સુધી સુધી હાલારના એકથી બે તાલુકાને બાદ કરતા મોટાભાગના તાલુકા, શહેર તથા ગ્રામ્ય પંથક કોરા ધાકોળ રહેતા લોકો ચિંતાતુર બની ગયા છે. અને જલદીથી સારો વરસાદ પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
જામનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ ૩૫ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓ વચ્ચે અડધા ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાન અડધો ડિગ્રી વધીને ૨૮.૫ ડિગ્રી નોંધાયું હતું. ગતિમાન પવન અને વરસાદી વાદળોના આંટાફેરાના કારણે ગરમીમાં ઘટાડો થયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ ૩ ટકા ઘટીને ૭૧ ટકા રહેતા બફારામાં પણ ઘટાડો થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial