Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને તાકીદઃ
જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકા મ્યુનિ. કમિશનરની યાદી મુજબ આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી શહેરના નાગરિકોને અગત્યની સૂચના તથા તાકીદ આપવામાં આવી છે .
જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ તમામ ભયજનક ઈમારતોનું પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે દર વર્ષે ફીઝીકલ સર્વે કરવામાં આવે છે. જેમાં ઈમારતોના બાહય દેખાવના આધારે જી.પી.એમ.સી. એકટ-ની કલમ હેઠળની નોટીસ ઈસ્યુ કરવામાં આવે છે તથા જામનગર મહાનગર પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા તથા એસ્ટેટ શાખા ધ્વારા સંયુક્ત રીતે જર્જરીત ઈમારતો/ઈમારતનો ભાગ દૂર પણ કરવામાં આવે છે.
પરંતુ ભૂતકાળમાં ચોમાસાની ઋતુ દરમ્યાન મકાન પડવાના બનાવો પર થી જાણવા મળેલ કે, આવા મકાનોના બાહ્ય દેખાવ સારી સ્થિતિમાં હોવા છતાં અંદરના ભાગમાં પીઢીયા-પાપડી/ લાકડાના સ્ટ્રકચરવાળી છતો આવેલ હોય, જે ચોમાસાની ઋતુ દરમ્યાન ભેજના કારણે નબળી પડી, તુડી પડે છે. આથી જામનગર શહેરના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, આવા અંદરથી જર્જરીત જણાતાં બાંધકામોનો જામનગર મહાનગરપાલિકા ના રજીસ્ટર્ડ સ્ટ્રકચર એન્જીનિયર મારફત સર્વે કરાવી તેની સુચના અનુસાર જરૂરી રીપેરીંગ અથવા જરૂર જણાય તે ભાગ દૂર કરી ઈમારતને સેઈફ સ્ટેજે લાવવામાં આવે.
આ સૂચનાનો હેતુ ભુતકાળમાં ઈમારત પડવાના બનેલ બનાવોનું પુનરાવર્તન ન થાય અને કોઈ જાનહાની થવાના બનાવો ટાળી શકાય તે હેતુથી અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વધુમાં, જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા તમામ આસામીઓને પણ પોતાની રહેણાંકની આસપાસ જો આવી કોઈ ભયજનક કે જર્જરીત ઈમારતો આવેલ હોય તો ટાઉન પ્લાનીંગ શાખાને તુરંત તેની લેખિતમાં જાણ કરવાની રહેશે. તેમ સિટી એન્જિનિયર, ટાઉન પ્લાનીંગ શાખા જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial