Advertisement
Author: નોબત સમાચાર

વોટર પાર્કમાં સ્વિમિંગ કરવા ગયેલા તરૂણના મૃત્યુ અંગે પોલીસ સમક્ષ માતાનું નિવેદન

છાતીમાં દુખાવો ઉપડ્યા પછી નિપજ્યંુ હતું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના સરૂ સેક્શન રોડ પર એક સોસાયટીમાં વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના મહિલા તથા તેમનો પુત્ર અને કૌટુંબિક ભાઈ-ભાભી ત્રણ સપ્તાહ પૂર્વે જાંબુડા નજીકના વોટર પાર્કમાં સ્વિમિંગ કરવા ગયા હતા ત્યારે તેમના ચૌદ વર્ષના પુત્રનું છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે.

જામનગરના સરૂ સેકશન રોડ પર આવેલી સરદાર પટેલ સોસાયટીમાં વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના મિરઝાપુર જિલ્લાના વતની અનુરાધાબેન શિવકુમાર સ્વર્ણકાર નામના મહિલા તથા તેમના ૧૪ વર્ષના પુત્ર આરવ સહિતના વ્યક્તિઓ ગઈ તા.૧૩ જુનના દિને જાંબુડા નજીક આવેલા વેલકમ વોટર પાર્કમાં સ્વિમિંગ કરવા માટે ગયા હતા.

આ વેળાએ અનુરાધા બેનના કૌટુંબિક ભાઈ, ભાભી સહિતના પરિવારજનો પણ સાથે હતા ત્યારે વોટર પાર્કમાં ન્હાતા ન્હાતા આરવને છાતીમાં દુખાવો ઉપડતા આ તરૂણને જાંબુડાના સીએચસી સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ તરૂણનું મૃત્યુ નિપજ્યંુ હતું. ગઈકાલે અનુરાધાબેને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની નોંધ કરાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh