Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય ટીમનો વધુ એક કારમો પરાજય

ભારત-ઈંગ્લેન્ડ ટી-ર૦ મેચ

                                                                                                                                                                                                      

લંડન તા. ૧૦: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટી-ર૦ મેચની શ્રેણી ચોથા મેચના અંતે જ કબજે કરી લીધી છે.

ચોથા ટી-ર૦ મેચમાં ભારતનો વધુ એક વખત કારમો પરાજય થયો છે.

ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો, પણ અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી તેમજ ઈસન કિશન સસ્તામાં આઉટ થઈ જવાથી ભારતના બેટધરો દબાણમાં આવી ગયા હતાં. એકમાત્ર કપ્તાન શ્રેયસ ઐયરે ફટકાબાજી કરી ભારતનો જુમલો ૧પ૮ રન સુધી પહોંચાડ્યો હતો. શ્રેયસે ૪૯ દડામાં ૮૦ રન (અણનમ) કર્યા હતાં, જ્યારે બાકીના બેટધરોનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. ર૦ ઓવરના અંતે ભારતના ૭ વિકેટે ૧પ૮ રન થયા હતાં.

જેના જવાબમાં ઈંગ્લેન્ડે માત્ર ૧૩.પ ઓવરમાં એક વિકેટે ૧પ૯ રન કરી મેચમાં જવલંત વિજય મેળવ્યો હતો.

આમ પાંચ મેચની શ્રેણીમાં એક મેચ વરસાદના કારણે પડતો મૂકાયા પછી બાકીના ત્રણેય મેચ ઈંગ્લેન્ડે જીતી શ્રેણી કબજે કરી લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh