Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીજો ફોન આવતા પતિએ ફોન લઈ લેતા બબાલઃ
જામનગર તા. ૧૦: કલ્યાણપુર તાલુકાના માલેતા ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના એક મહિલા પોતાના માતા સાથે ફોનમાં વાત કરતા હતા ત્યારે પતિએ બીજો ફોન આવતા ફોન લઈ લીધો હતો. તેથી ગુસ્સો આવી જતાં આ પરિણીતાએ ઝેરી દવા પીધી હતી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
કલ્યાણપુર તાલુકાના માલેતા ગામમાં વસવાટ કરતા મૂળ રાજસ્થાનના ગુંદી જિલ્લાના ડાલી ગામના વતની મધુબેન નારૂભાઈ સીગાર (ઉ.વ.ર૪) નામના આદિવાસી પરિણીતા ગઈ તા.૩ની સવારે પોતાના માતા સાથે મોબાઈલમાં વાત કરતા હતા.
આ વેળાએ બીજો ફોન આવી જતાં પતિ નારૂભાઈ દશરૂભાઈ સીગારે પત્નીના હાથમાંથી મોબાઈલ લઈ લીધો હતો. તેથી મધુબેનને ગુસ્સો આવ્યો હતો. આવેગમાં આ પરિણીતાએ કોઈ ઝેરી દવા પી લીધી હતી તેઓનું સારવારમાં ખસેડાયા પછી ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પતિ નારૂભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial