Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પરપ્રાંતીય પરિણીતાની છેડતી તથા પતિ પર હુમલાના કેસમાં એક વર્ષની કેદ

ચાર વર્ષ પહેલાં પરિણીતાને પજવ્યા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરમાં રહેતા એક પરપ્રાંતીય પરિણીતાની ચાર વર્ષ પહેલાં છેડતી કર્યા પછી એક શખ્સે તેણીના પતિને પથ્થર ઝીંકયો હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની સખત કેદસજા અને રૂ।.૩ હજારનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા યાદવનગરમાં વસવાટ કરતા એક પરપ્રાંતીય પરિણીતા ગઈ તા.૬-૭-૧રના દિવસે મંદિરેથી પરત આવતા હતા ત્યારે વુલન મીલની ચાલી નજીક આનંદ સોસાયટીમાં રહેતા મની પાનીકર ઉર્ફે સોનુ સુકદાન પાનીકર (ઉ.વ.૩૪) નામના શખ્સે આ મહિલાની છેડતી કરવા ઉપરાંત ચુંદડી પકડી લઈ ઝપાઝપી કરી હતી. અગાઉ પણ બેએક વખત આ શખ્સે તે પરિણીતાને પજવ્યા હતા તેથી પરિણીતાએ પોતાના પતિને વાત કરી હતી.

આ બાબતે પરિણીતાના પતિ મારી પત્નીને હેરાન કેમ કરે છે તેમ કહેવા જતા મની પાનીકરે આ દંપતીને ગાળો ભાંડી પતિને ઢીકાપાટુથી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. તેની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે આઈપીસી ૩૫૪ તથા પેટા કલમો, ૩૨૩ વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખવામાં આવી હતી. આરોપીએ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી જાતીય સતામણી કરી હોય અને પત્નીની સુરક્ષા માટે વચ્ચે પડનાર પતિને પથ્થરથી માર મરાયો હોય આ આરોપીને કડક સજા કરવા દલીલ કરાઈ હતી. અદાલતે તે દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મની પાનીકર ઉર્ફે સોનુ સુકદાનને તકસીરવાન ઠરાવી આઈપીસી ૩૫૪ના ગુન્હામાં એક વર્ષની સખત કેદ અને રૂ।.ર હજારનો દંડ અને ૩૫૪ (એ) (૧) (૧)ના ગુન્હામાં છ મહિનાની કેદ, રૂ।.૧ હજારનો દંડ, ૩૨૩ના ગુન્હામાં ૩ મહિનાની કેદ અને દંડ ભરવામાં ન આવે તો ૧૫-૧૫ દિવસની સાદી કેદનો હુકમ કર્યાે છે. સરકાર તરફથી એપીપી રશ્મી દત્તાણી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh